કોરોના સંક્રમણથી દાહોદ જિલ્લાના બે આરોગ્યકર્મીનું અકાળે અવસાન થયું છે. રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબ ટેકનીશયન તરીકે ફરજ બજાવતા સુશ્રી પ્રિયલબેન ચોરીયા જેઓ ફક્ત ૨૯ વર્ષના છે તેમજ છેલ્લા પાંચેક વર્ષથી આરોગ્ય કેન્દ્ર ખાતે કામગીરી કરતા હતા. તેમનું આજ રોજ અવસાન થયું છે. જયારે આરોગ્ય વિભાગમાં ડ્રગ સ્ટોર ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષના જયંતીભાઇ સોમાભાઇ માવીનું પણ કોરોનાથી ગત તા. ૨૪ ના રોજ અવસાન થયું છે.
કલેક્ટર વિજય ખરાડીએ બંને આરોગ્યકર્મીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમણે કર્મચારીઓના પરિવારજનોને સહાયરકમ સમયસર મળે તે માટેની સૂચનાઓ આપી છે.
રીક્ષા માં સારવાર
દાહોદ જીલ્લામાં કોરોનાના કહેરના કારણે કોરોના દર્દીઓની હાલત કફોડી બની છે. કોરોના પોઝીટીવ દર્દીને હોસ્પિટલમાં બેડ ના મળતા રીક્ષા માં સારવાર આપવાની ફરજ પડી છે. દર્દી ને ખાનગીની હોસ્પિટલ બહાર રિક્ષામાં જ ઓક્સિજન આપવામાં આવ્યો હતો. દાહોદ ની હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. દાહોદ ની હોસ્પિટલમાં બેડ ખુટી પડતા કોરોના દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યોછે.