Not Set/ અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી

અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી તેમજ મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સ્ટાફની ફાળવણી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન રેન્ડમાઇઝેશન (કોમ્પ્યુટર ડ્રો સિસ્ટમ)થી સંપન્ન થઇ હતી.જેમાં અમદાવાદ માટે ૨૦,૧૭૫ ઇવીએમ-વીવીપેટ મશીનો ફાળવાયા છે. બીજી તરફ ચૂંટણીલક્ષી કામગીરી માટે પણ ૩૦ હજારથી વધુ કર્મચારીઓની પણ વિધાનસભાવાર ફાળવણી કરવામાં […]

Uncategorized
evm pti story 647 051217081204 051217092142 અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી

અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનોની ફાળવણી તેમજ મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સ્ટાફની ફાળવણી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન રેન્ડમાઇઝેશન (કોમ્પ્યુટર ડ્રો સિસ્ટમ)થી સંપન્ન થઇ હતી.જેમાં અમદાવાદ માટે ૨૦,૧૭૫ ઇવીએમ-વીવીપેટ મશીનો ફાળવાયા છે. બીજી તરફ ચૂંટણીલક્ષી કામગીરી માટે પણ ૩૦ હજારથી વધુ કર્મચારીઓની પણ વિધાનસભાવાર ફાળવણી કરવામાં આવી. ઇવીએમ અને કર્મચારીઓની ફાળવણી પારદર્શક રીતે થાય તે માટે કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ અને જિલ્લાના ચૂંટણી અધિકારીઓની બેઠક યોજાઇ હતી. અમદાવાદમાં ૬,૫૪૫ બેલેટ યુનિટ, ૬,૫૪૫ કંટ્રોલ યુનિટ અને ૭,૦૮૫ વીવીપેટ મશીનોનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં આવનાર છે. ૨૧ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને આ મશીનો આજે ફાળવી દેવામાં આવ્યા હતા. હવે ચૂંટણી સમયે પણ દરેક વિધાનસભાક્ષેત્રમાં આવેલા મતદાન મથકોમાં પણ કોમ્પ્યુટર ડ્રો સિસ્ટમથી જ ઇવીએમ-વીવીપેટ અને કર્મીઓની ફાળવણી કરાશે. ઉલ્લેખનીય છે કે ૬,૨૫૦ પ્રિસાઇડીંગ ઓફીસર, ૬,૨૪૮ પ્રથમ મતદાન અધિકારી, ૫,૩૨૯ મતદાન અધિકારી અને ૧૨,૦૦૦ મહિલા કર્મચારીઓ મળીને ૩૦ હજાર કર્મીઓની આજે વિધાનસભાવાર ફાળવણી કરાઇ હતી. જેઓને ચૂંટણી સંલગ્ન તાલીમ આપવામાં આવશે. સાથે જ આ બેઠકમાં રાજકીય પક્ષોને આચારસંહિતા, રેલી,સભાની પૂર્વમંજૂરી અને ખર્ચા અંગેની જાણકારીઓ પણ અપાઇ હતી.