Not Set/ અમદાવાદ/ તંબાકુની ધૂમ કાળાબજારી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કાર્યવાહીની કરી માંગ

રાજ્યમાં અમદાવાદની અંદર હાલ કોરોના વાઇરસના સૌથી વધારે કેસો આવી રહ્યા છે. હોસ્પ્ટિલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એટલી થઇ ગઈ છે કે તબીબો અને પ્રશાશનના પસીના છૂટી ગયા છે. તો બીજી તરફ દેશ ભરમાં લોક ડાઉન લાગુ છે. ત્યારે આવા માહોલમાં તંબાકુના વેચાણમાં પુષ્કળ કાળાબજારી થઇ રહી છે. પાંચ રૂપિયાની તંબાકુ ગુટખાની પડીકી હાલ 15 રૂપિયામાં […]

Ahmedabad Gujarat
ec103fcd77d259dfb994aee5a416eeee અમદાવાદ/ તંબાકુની ધૂમ કાળાબજારી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કાર્યવાહીની કરી માંગ
ec103fcd77d259dfb994aee5a416eeee અમદાવાદ/ તંબાકુની ધૂમ કાળાબજારી, ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કાર્યવાહીની કરી માંગ

રાજ્યમાં અમદાવાદની અંદર હાલ કોરોના વાઇરસના સૌથી વધારે કેસો આવી રહ્યા છે. હોસ્પ્ટિલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એટલી થઇ ગઈ છે કે તબીબો અને પ્રશાશનના પસીના છૂટી ગયા છે. તો બીજી તરફ દેશ ભરમાં લોક ડાઉન લાગુ છે. ત્યારે આવા માહોલમાં તંબાકુના વેચાણમાં પુષ્કળ કાળાબજારી થઇ રહી છે. પાંચ રૂપિયાની તંબાકુ ગુટખાની પડીકી હાલ 15 રૂપિયામાં વેચાઈ રહી છે. રેડ ઝોન વિસ્તારમાં બંધ બારણે તંબાકુ અને ગુટખા વેચાઈ રહ્યું છે.  જયારે ઓરેંજ અને ગ્રીન ઝોનમાં ગુટખા અને તંબાકુના ભાવ સાતમા આસમાને વેચાઈ રહ્યા છે.

જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ આ મુદ્દા ને ગંભીર સમજીને મંતવ્ય ન્યુઝને પોતાનું મંતવ્ય આપ્યું છે કે,મને છેલ્લા કેટલાક દિવસોથી માહિતી મળી રહી છે કે અમદાવાદના અનેક વિસ્તારમાં તંબાકુ અને ગુટખા ની કિંમત બે થી ત્રણ ગણી વધારે વસૂલીને તેનું વેચાણ થઇ રહ્યું છે. જે ખુલ્લી કાળાબજારી થઇ રહી હોય તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે.અને આવા ઈસમો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ મને એવી પણ માહિતી મળી રહી છે કે કેટલાક ઈસમો એકદમ નિમ્ન કક્ષાની તંબાકુ અને ગુટખાની પડીકી અને મસાલા વેચી રહ્યા છે.તેના કારણે યુવા વર્ગને કેન્સર પણ થઇ શકે છે.માટે સરકારે આમુદ્દે ઝડપથી કોઈ કડક કાર્યવાહી કરવી જોઈએ.

પટવા શેરી માં રહેતા ઈમ્તિયાઝ ખાનનું કહેવું છે કે અમદાવાદમાં પાન મસાલા, તંબાકુ ગુટકા માટે સરકારે નિયમો દ્વારા જે  છૂટછાટ લોકો ને આપી છે તેમાં હલકી માત્રાના તંબાકુના વ્યાપાર થી લોકોને મોટી બીમારી જેમ કે કેન્સર, મોઢામાં ચાંદા પડવા, તેમજ પેટની તકલીફો વગેરે મોટી બીમારી લોકોને લાગી શકે છે. અને હાલમાં જો કોઈ વ્યસન કરનાર લોકડાઉનમાં તંબાકુના કારણે બીમાર થાય અને દવાખાનામાં જવાનું ટાળે તો તેને પાછળથી બચાવવું કદાચ મુશ્કેલ બની શકે, તેમજ તબીબો કોરોના ના દર્દી ને જુએ કે તંબાકુના વ્યસન કરનારને તે એક મોટી તકલીફ ડોક્ટરો માટે ઉભી થઇ શકે છે તેમજ તંબાકુ લેનાર કોઈ જાહેર જગ્યા પર થુકે અને તે પોઝીટીવ હોય તેની જાણ તેને પોતાને પણ ન હોય જેથી સંક્રમણ ફેલાવવાનો ભય પણ રહે છે. જે સામાન્ય લોકો માટે ઝેરીલા સાપ સમાન છે અને તંબાકુના કાળાબજારને અટકાવવા તેમજ તમાકુના ભાવ પણ તેની કિંમત કરતા વધારે બજારમાં લેવાં માં આવે છે જેના માટે સરકારે ધ્યાન રાખવું જોઈએ

જમાલપુરમાં રહેતા કયુમ કુરેશીનું કહેવું છે કે યુવા પેઢી માટે સૌથી મોટી ખતરા ની નિશાની છે. ડુપ્લીકેટ તંબાકુ અને ગુટખા ના સેવનથી યુવાનોના સ્વાસ્થ્યને હાનિ પહોંચી શકે છે.અમદાવાદના ઘણા બધા વિસ્તારમાં હાલ ડુપ્લીકેટ તંબાકુ અને ગુટખા વેચાઈ રહ્યું છે. તે ખુબ જ શરમજનક વાત છે. પોલીસે આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અને જે ઈસમો આનું વેચાણ કરી રહ્યા છે તેમને કાયદાનું ભાન કરાવવું જોઈએ

રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.