Not Set/ અમદાવાદ/ પ્રિમોન્સૂન એક્ટિવિટી, મોડી રાત્રે સાંબેલાધાર વરસાદ, વાતાવારણમાં પ્રસરી ઠંડક

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ નો કહેર યથાવત છે. ત્યારે મોદી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને અમદાવાદના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને અમદાવાદના વિવિધ ભાગોમાં પાણી ભરાયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અંચ દિવસ સુધી અમદાવાદ સહીત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ જામેલું […]

Ahmedabad Gujarat
13b88bdb0a639fd6ff26d300844e09ef અમદાવાદ/ પ્રિમોન્સૂન એક્ટિવિટી, મોડી રાત્રે સાંબેલાધાર વરસાદ, વાતાવારણમાં પ્રસરી ઠંડક
13b88bdb0a639fd6ff26d300844e09ef અમદાવાદ/ પ્રિમોન્સૂન એક્ટિવિટી, મોડી રાત્રે સાંબેલાધાર વરસાદ, વાતાવારણમાં પ્રસરી ઠંડક

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ નો કહેર યથાવત છે. ત્યારે મોદી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને અમદાવાદના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને અમદાવાદના વિવિધ ભાગોમાં પાણી ભરાયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અંચ દિવસ સુધી અમદાવાદ સહીત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ જામેલું રહેશે અને પરિણામ સ્વરૂપ જગ્યા જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં 11જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી,  સહીત મધ્ય ગુજરાતમાં પંચમહાલ, અમદાવાદ જયારે દક્ષીણ ગુજરાત માં વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી અને સૌરાષ્ટ્રમાં પણ જ અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને રાજકોટ, કચ્છમાં સામાન્ય થી ભારે વરસાદ પડવાની વકી છે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.