Not Set/ અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, ખોખરામાં હિંસક હુમલો કરતાં 2 મહિલા સહિત 5 ઘાયલ

અમદાવાદ શહેરમાં કાયદાની ઐસી કી તૈસી થતી હોવાની એક ઘટના સામે આવી છે. શહેરના ખોખરા વિસ્તારમાં ઇડલી ચાર રસ્તા પર કેટલાક અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. આ સમયે નિશા ઈડલી સેન્ટર પર કેટલાક અસામાજિક તત્વોએ ઘુસી જઈને હિંસક હુમલા સાથે સાથે તોડફોડ કરી હતી.  આ હિસંક હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકો ઘાયલ થયા […]

Ahmedabad Gujarat
88027794bd62e1d78ee715468b59e7d6 અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, ખોખરામાં હિંસક હુમલો કરતાં 2 મહિલા સહિત 5 ઘાયલ
88027794bd62e1d78ee715468b59e7d6 અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, ખોખરામાં હિંસક હુમલો કરતાં 2 મહિલા સહિત 5 ઘાયલ

અમદાવાદ શહેરમાં કાયદાની ઐસી કી તૈસી થતી હોવાની એક ઘટના સામે આવી છે. શહેરના ખોખરા વિસ્તારમાં ઇડલી ચાર રસ્તા પર કેટલાક અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. આ સમયે નિશા ઈડલી સેન્ટર પર કેટલાક અસામાજિક તત્વોએ ઘુસી જઈને હિંસક હુમલા સાથે સાથે તોડફોડ કરી હતી. 

આ હિસંક હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકો ઘાયલ થયા છે, ત્યારબાદ ઈજાગ્રસ્તોને મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી મુજબ, હુમલાખોર અસામાજિક તત્વો હાટકેશ્વર, ભાઈપુરાના હોવાનું સામે આવ્યું છે. જેમાં છૂટાછેડા થયેલ યુવતીની બાબતે સામે પક્ષનાં યુવકના સાગરિતો એ હુમલો કયોઁ હોવાનું ઈજાગ્રસ્તના પરિવારે જણાવ્યું હતું. હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. 

આપને જણાવી દઈએ કે અમદાવાદના અમરાઈવાડી, ખોખરા અને હાટકેશ્વર વિસ્તાર આ પ્રકારના હુમલાઓ માટે જાણીતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં અવારનવાર હુમલાઓ થતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.