ગુજરાત રાજ્યમાં એકબાજુ કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે. મોટી સંખ્યામાં કોરોના વોરીયર્સ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સેટેલાઈટ પોલીસ મથકના પી.આઈ. દરજીને તાતકાલીક અસરથી સસ્પેન્ડ કર્યા છે .
પ્રાપ્ત વિગતો અનુસાર સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દરજીએ છેતરપિંડીનો ગુનો ના નોંધતા કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઈ દરજીને ફરજમાં બેદરકારી બદલ પોલીસ કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઇ, પી ડી દરજીએ છેતરપીંડીના ગુનાની ફરિયાદ ન નોંધી માત્ર અરજી દાખલ કરી હતી. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પીઆઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેમના વિરૂધ્ધ એસીપીને ઈન્કવાયરી સોંપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.
