Ahmedabad/ રોડ સેફટી માસનો શુભારંભ, પોલીસ, અકસ્માત અને ટ્રાફીકને લગતા પ્રશ્નો અંગે કરાઈ ચર્ચા

અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધતા રોડ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે….

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યા દિવસે ને દિવસે વધતા રોડ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તેમજ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા સંયુક્ત રીતે રોડ સેફ્ટી માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ટ્રાફિક પોલીસના જવાનો અને અધિકારીઓએ અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તેમજ ટ્રાફિક પોલીસ ને લગતા પ્રશ્નો પર ચર્ચાઓ કરી હતી. શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી કરવા માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લાયન્સ ક્લબના ગવર્નરને એક ખાસ અપીલ કરી હતી કે જેમાં અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારો ને અલગ-અલગ લોકો દ્વારા ટ્રાફિક બાબતે દત્તક લેવામાં આવે અને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓનું નિરાકરણ તેમના દ્વારા લાવવામાં આવે.

હાલમાં કોરોના મહામારી ના કારણે માસના દંડ બાબતે લગન ના પાડી ત્યારે પોલીસ અને લોકો વચ્ચે સર્જાતા ઘર્ષણ બાબતે પણ પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓ ને લોકો સાથે ઘર્ષણમાં ન પડવાની પણ સુચના આપી હતી.

રાજકારણ: કોંગ્રેસનાં નેતાનાં ભાજપ પ્રવેશને લઇને આ શહેરમાં ભાજપમાં થયો ભડકો

Ahmedabad: સાણંદમાં માણસની સાથે સંબંધોની પણ કરાઈ હત્યા, ભાઈએ ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

Ahmedabad: ગેરકાયદેસર શેરબજારનું ટ્રેડિંગ કરતા 2 શખ્સ ઝડપાયા, રોજ 15 લાખનાં સોદા કરતા હતા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો