Not Set/ અમદાવાદ/ 142 વર્ષથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા તૂટશે કે કેમ, જાણો

ઇતિહાસમાં પહેલીવાર અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નહીં નીકળે. ભગવાન પર પણ જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ આ વર્ષે મંદિર પરિસરમાં જ ત્રણેય રથને ફેરવવામાં આવશે. આવતીકાલે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળવાની છે ત્યારે આજે વહેલી સવારે ભગવાનની સોનાવેશ વિધી કરવામાં આવી.  અને  કોંગ્રેસના નેતાઓ મંદિરમાં ત્રણેય રથની પુજા કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાંજે […]

Ahmedabad Gujarat
ec98b0a611513bd5397063163dd54dbc અમદાવાદ/ 142 વર્ષથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા તૂટશે કે કેમ, જાણો
ec98b0a611513bd5397063163dd54dbc અમદાવાદ/ 142 વર્ષથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા તૂટશે કે કેમ, જાણો

ઇતિહાસમાં પહેલીવાર અમદાવાદમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નહીં નીકળે. ભગવાન પર પણ જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ આ વર્ષે મંદિર પરિસરમાં જ ત્રણેય રથને ફેરવવામાં આવશે. આવતીકાલે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળવાની છે ત્યારે આજે વહેલી સવારે ભગવાનની સોનાવેશ વિધી કરવામાં આવી.  અને  કોંગ્રેસના નેતાઓ મંદિરમાં ત્રણેય રથની પુજા કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાંજે ભગવાન જગન્નાથના મંદિરે પહોંચશે.  

જણાવી દઇએ કે, ગઇકાલે ભગવાનની નેત્રોત્સવ વિધી કરવામાં આવી હતી. અમદાવાદમાં જગન્નાથ ભગવાનની 143મી રથયાત્રા પહેલા મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.મંદિર પરિસરમાં ખુણે ખુણે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.આ વખતે રથ મંદિર પરિસરમાં જ ફરવાના છે. આ ભીડને કાબુમાં રાખવા અને કોઇ અઘટીત ઘટના ન ઘટે તે માટે બોમ્બ સક્વોડની પણ મદદ લેવાઇ રહી છે.

ભક્તોને ઘરે બેઠા મીડિયાના માધ્યમથી જ દર્શન કરવા માટે મહંત દિલીપદાસજીએ અપીલ કરી છે. ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકાશે તેમજ અમદાવાદમાં ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે 11 ભક્તોને એન્ટ્રી અપાશે.

ભગવાન જગન્નાથની રથયાત્રા પર હાઈકોર્ટની રોક બાદ મહત્વની બેઠક મળી હતી. અમદાવાદ જગન્નાથ મંદિરમાં મંદિરના ટ્રસ્ટીઓ સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેયર, DGP, પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.