Not Set/ અમરેલીઃ સ્કુલ બસ પલ્ટી જતા 15 બાળકો ઇજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી

અમરેલીઃ દિલ્હીમાં ગઇ કાલે સ્કુલ બસનો અકસ્માત થતા 25 જેટલા બાળકોના મોત થયા હતા. ત્યારે આવી જ એકે મોટી દુર્ઘટના અમરેલી બનતા રહી ગઇ હતી. સાવરકુંડલા નજીક ગજેરા સ્કુલની બસ પલ્ટી જતા 15 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.. સદ્દ નસીબે આ દુર્ઘટનામાં નાની મોટી ઇજાને બાદ કરતા કોઇ મોટી જાનહાની થઇ નહોતી. સ્કુલ સંચાલકો દ્વારા આવા […]

Uncategorized
WhatsApp Image 2017 01 21 at 10.50.19 AM અમરેલીઃ સ્કુલ બસ પલ્ટી જતા 15 બાળકો ઇજાગ્રસ્ત, મોટી જાનહાની ટળી

અમરેલીઃ દિલ્હીમાં ગઇ કાલે સ્કુલ બસનો અકસ્માત થતા 25 જેટલા બાળકોના મોત થયા હતા. ત્યારે આવી જ એકે મોટી દુર્ઘટના અમરેલી બનતા રહી ગઇ હતી. સાવરકુંડલા નજીક ગજેરા સ્કુલની બસ પલ્ટી જતા 15 બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.. સદ્દ નસીબે આ દુર્ઘટનામાં નાની મોટી ઇજાને બાદ કરતા કોઇ મોટી જાનહાની થઇ નહોતી. સ્કુલ સંચાલકો દ્વારા આવા બેજવાબદાર ડ્રાઇવરને રાખીને માસુમ બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા હોવાનું જણાય છે.

ઇજાગ્રસ્ત બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસે આ મામલે અકસ્માતે ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરી છે.