આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક જોરદાર વાવઝોડા માં તેની માતાને મદદ કરી રહ્યું છે. તેની માતા દુકાનમાં તાડપત્રીને દોરડાથી બાંધી રહી છે અને બાળક તાડપત્રીનો એક ખૂણો પકડીને ઉભો છે. તોફાન એટલું જોરદાર છે કે લોકો પોતાના ઘર તરફ ભાગી રહ્યા છે અથવા તો કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાઈ ગયા છે પરંતુ આ બાળક તેની માતા માટે ઉભો છે
તોફાનમાં તાડપત્રી પકડીને માતાને મદદ કરવા માટે ઊભું રહ્યું બાળક
વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બાળક તાડપત્રી પકડીને ઊભું રહે છે, ત્યારે ત્યાં મૂકવામાં આવેલી ખુરશી હવામાં ઉડીને અમુક અંતરે પડી જાય છે. બાળક તરત જ તોફાનમાં દોડે છે અને ખુરશી પકડવાની કામગીરી શરુ કરે છે. માતાની મદદ કરતા જોઈને લોકો આ બાળકના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે ગરીબી કોઈને પણ જવાબદાર અને બુદ્ધિશાળી બંને બનાવી દે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનની આસપાસ ઘણા લોકો ઉભા છે પરંતુ કોઈ મદદ કરવા આવ્યું નથી. આવીડિયોએ લોકોને શીખવ્યું છે કે જ્યારે કોઈની માતા સાથે તેનો પુત્ર ઉભો હોય છે ત્યારે તેને કોઈ પણ નુકસાન પહોંચાડી શકતુ નથી.
एक छोटा सा बच्चा अपने पापा के दुकान को आंधियों से बचा रहा है❤️
एक बच्चा अपने बेटे होने की जिम्मेदारी निभा रहा है❤️❤️ pic.twitter.com/SIkF8TDxJK
— अजय राज (@Ajayraj___420) May 16, 2023
વીડિયો જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા
આ વાયરલ વીડિયોને અભય રાજ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે, યુઝરે કેપ્શનમાં લખ્યું – એક નાનું બાળક તેના પિતાની દુકાનને તોફાનથી બચાવી રહ્યું છે. એક બાળક તેના પુત્ર તરીકેની જવાબદારી નિભાવે છે. વીડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું- એક બાળક આવતીકાલ માટે તૈયાર થઈ રહ્યું છે. બીજાએ લખ્યું – આવા જવાબદાર બાળકોનું બાળપણ ખૂબ જ નાની ઉંમરે સમાપ્ત થઈ જાય છે. આ વિદીઓને અત્યાર સુધી 2 મિલિયન વ્યૂઝ અને 53 હજાર લાઈક્સ મળી ચૂકી છે.