Not Set/ અમરેલી/ કૃષિ કાયદો- સ્કૂલ-કોલેજની ફી મુદ્દે  વિરોધ કરી રહેલા પરેશ ધાનાણીનો ફાટ્ય શર્ટ, જુઓ વિડીયો

કોંગ્રેસ નેતાઓએ આજે એટલે કે બીજી ઓક્ટોબરના રોજ ખેડૂત બિલ અને રાજ્યની ખાનગી શાળાઓમાં સંપૂર્ણ સત્ર ફી માફીની માંગણી સાથે ધરણા કર્યા છે. વિવિધ શહેરમાં કોંગ્રેસના નેતાઓ તરફથી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડા અમદાવાદ અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે ધરણા કર્યા હતા. આ દરમિયાન અમિત ચાવડા અને પરેશ […]

Gujarat Others

કોંગ્રેસ નેતાઓએ આજે એટલે કે બીજી ઓક્ટોબરના રોજ ખેડૂત બિલ અને રાજ્યની ખાનગી શાળાઓમાં સંપૂર્ણ સત્ર ફી માફીની માંગણી સાથે ધરણા કર્યા છે. વિવિધ શહેરમાં કોંગ્રેસના નેતાઓ તરફથી ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડા અમદાવાદ અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલી ખાતે ધરણા કર્યા હતા.

આ દરમિયાન અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિત કૉંગ્રેસના નેતાઓની અટકયાત કરી લેવામાં આવી છે. અમરેલી ખાતે પરેશ ધાનાણીની અટકાયત દરમિયાન ઝપાઝપી થઈ હતી. જેમાં પરેશ ધાનાણીનો શર્ટ ફાટી ગયો હતો. આ દરમિયાન વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો શર્ટ ફાડી નાખ્યો હતો. પોલીસના વલણથી કોંગ્રેસમાં આક્રોશ ફેલાયો છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે ભાજપ સરકાર મહાત્મા ગાંધીના જન્મદિવસ પર રાષ્ટ્રીય હિતની વાત કરનારાઓ પર લાકડીઓ વરસાવી રહી છે. કોંગ્રેસ શાળા ફી સહિત રાજ્યના ખેડુતોની સમસ્યાઓ પર પોતાનો અવાજ ઉઠાવી રહી છે. પરંતુ ભાજપ સરકાર લોકોનો અવાજ દબાવવા માટે બળનો ઉપયોગ કરી રહી છે. તે લોકશાહીનું ઉલ્લંઘન છે.

ધરણાં કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. દેશમાં ફરીથી અંગ્રેજોનું સાશન આવી ગયું છે. દેશમાં ખેડૂત વિરોધી કાળા કાયદાને પાછો ખેંચવાની માંગ તેમજ ગુજરાતમાં ખાનગી સ્કૂલોની એક સત્રની સંપૂર્ણ ફી માફીની માંગ સાથે ધરણાં પર બેસવા માંગીએ છીએ. આજે ગાંધી જયંતિએ અમે આ સરકારથી આઝાદી આપાવવા માંગીએ છીએ. સરકાર અમને ધરણાં માટે મંજૂરી નથી આપી રહી. ફૂટપાથ પર પર બેસવા નથી દેતી. જે રીતે કોંગ્રેસના વડવાઓ ગાંધીજી સાથે રહીને અહિંસાનાં માર્ગે ચાલ્યા હતાં અને ગોળીઓથી પણ ડર્યાં ન હોતા તેમ અમે પણ વિરોધ પ્રદર્શન કરીશું. ભાજપની રેલીઓ અને તાયફાઓને મંજૂરી મળી જાય છે પરંતુ અમને મંજૂરી નથી મળતી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.