Not Set/ અમેરિકન સાંસદોના ટ્રમ્પને પત્ર – ભારતની જેમ TIKTOK પર પ્રતિબંધ કરવા માંગ

સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. વિશ્વમાં આ સમયે ચીન સામે વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. અમેરિકા ચીન વિરુદ્ધ સતત શાબ્દિક પ્રહાર કરી રહ્યું છે. દરમિયાન, યુએસ કોંગ્રેસના 25 સભ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો છે. અને માંગ કરવામાં આવી છે કે હવે એવો સમય આવી ગયો છે […]

World
0e6ee6a14f553cc030c528aa18384d4d અમેરિકન સાંસદોના ટ્રમ્પને પત્ર - ભારતની જેમ TIKTOK પર પ્રતિબંધ કરવા માંગ

સાંસદોએ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને અમેરિકામાં ટીકટોક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. વિશ્વમાં આ સમયે ચીન સામે વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. અમેરિકા ચીન વિરુદ્ધ સતત શાબ્દિક પ્રહાર કરી રહ્યું છે. દરમિયાન, યુએસ કોંગ્રેસના 25 સભ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો છે. અને માંગ કરવામાં આવી છે કે હવે એવો સમય આવી ગયો છે કે અમેરિકાએ પણ ભારતની જેમ કડક નિર્ણય લેવો જોઈએ અને દેશમાં ટિકટોક અને  અન્ય ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

આ પત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે જૂનમાં ભારતે ચીન સામે મોટું પગલું ભર્યું, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ટિકટોક જેવી અનેક મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો. ચીનનો સામ્યવાદી પક્ષ લોકોનો ડેટા એકત્રિત કરવા અને માહિતી એકત્રિત કરવાનો એક જ ધ્યેય ધરાવે છે, જેની સામે ભારત સરકારે વિરોધ નોધાવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરવામાં આવી છે કે અમેરિકાએ ટીકટોકમાં વિશ્વાસ કરવાની જરૂર નથી. અમેરિકા માટે જોખમકારક વેબસાઇટ્સ અથવા એપ્લિકેશનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. જેમ ભારતે કર્યું છે.

તમને જણાવી દઈએ કે યુએસ સેનેટમાં આવતા અઠવાડિયે આ અંગે મતદાન યોજાશે. ટીકટોક  પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતા સેનેટર દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બધા સેનેટરો આવતા અઠવાડિયે તેના પર મતદાન કરશે.

ગયા મહિને ચીનની કુલ 59 એપ્સ પર ટિકટોક સહિત ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ તમામ એપ્લિકેશનો વ્યક્તિગત ડેટા ચોરી કરે છે, જે દેશની સુરક્ષા માટે જોખમી છે.

ભારતના આ પગલાએ વિશ્વમાં મોટો સંદેશ આપ્યો હતો અને અન્ય દેશો માટે પણ આ નિર્ણય લેવા વિકારતા કરી મૂક્યા છે. ભારતે આ નિર્ણય ત્યારે લીધો જ્યારે સરહદ પર ચીન સાથે તનાવ ચરમસીમાએ હતો અને સંઘર્ષમાં વીસ સૈનિકો શહીદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.