Not Set/ અમેરિકાએ ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ,ભારતની ધરતી આંદમાન-નિકોબારમાં ઉતાર્યું ઘાતક યુદ્ધ વિમાન

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ચીનનાં પાકા દુષ્મન અને કટ્ટર પ્રતિસ્પ્રર્ધી ગણાતા અમેરિકાએ પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. ભારે ટેન્શ વાતાવરણ વચ્ચે અમેરિકાએ પોતાનાં પેટ્રોલિંગ જહાંજમાં આંદમાન-નોકોબાર દ્વીપ સમુહથી ઈંધણ ભરી ચીનને સ્પષ્ટ સંદેશ અને સંકેતો આપી દીધો છે કે સંભાળજો. આપને જણાવી દઇએ કે, 25 સપ્ટેમ્બરે P-8 પોસાઈડન એરક્રાફ્ટે […]

World
67be7c3a0a2ff71de6820ba1eca242a8 અમેરિકાએ ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ,ભારતની ધરતી આંદમાન-નિકોબારમાં ઉતાર્યું ઘાતક યુદ્ધ વિમાન

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ચીનનાં પાકા દુષ્મન અને કટ્ટર પ્રતિસ્પ્રર્ધી ગણાતા અમેરિકાએ પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. ભારે ટેન્શ વાતાવરણ વચ્ચે અમેરિકાએ પોતાનાં પેટ્રોલિંગ જહાંજમાં આંદમાન-નોકોબાર દ્વીપ સમુહથી ઈંધણ ભરી ચીનને સ્પષ્ટ સંદેશ અને સંકેતો આપી દીધો છે કે સંભાળજો. આપને જણાવી દઇએ કે, 25 સપ્ટેમ્બરે P-8 પોસાઈડન એરક્રાફ્ટે પોર્ટ બ્લેયરમાં ઉતરાણ કર્યું હતું. લોજિસ્ટિક્સ અને રિફ્યૂલિંગ સપોર્ટ માટે ઉતારવામાં આવેલુ આ વિમાન મિસાઈલો અને ઘાતકથી સજ્જ હતું.

ભારત અને અમેરિકા વચ્ચે 2016માં થયેલી સમજુતી અંતર્ગત એક-બીજાના જંગી જહાજો પર રિફ્યૂલિંગ અને ઓપરેશનલ ટર્નઅરાઉંડ સુવિધાઓ પુરી પાડે છે. પરંતુ અમેરિકી સેનાનું કોઈ જહાજ ભારતના આંદમાન-નિકોબાર ટાપુ પર લેન્ડ થયું હોય એવું આ પહેલી જ વાર બન્યું છે. આ ઘટના એટલા માટે  પણ મહત્વપૂર્ણ છે કારણ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આંદમાનની નજીક જ ભારતે તાજેતરમાં જ યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ વિસ્તાર ચીનની સપ્લાઈ લાઈન માટે ખુબ જ મહત્વનો છે.

અમેરિકાએ ભારતને આપ્યા છે આ જ ખાસ વિમાન

લોજિસ્ટિક્સ એક્ચેંજ મેમોરેંડમ ઓફ એગ્રીમેંટ (LEMOA) અંતર્ગત ભારતીય જંગી જહાજો અને એરક્રફ્ટ્સને જીબુટી, ડિએગો ગ્રેસિયા, ગુઆમ અને સ્યૂબિક બેના અમેરિકી બેઝ પર એક્સેસ મળે છે. જુલાઈમાં ચીનને એક રણનૈતિક સંકેત આપતા ભારતના જંગી જહાંજોએ દક્ષિણ બંગાળની ખાડીમાં અમેરિકી કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ સાથે યુદ્ધાભ્યાસ કર્યો હતો. ભારતીય નેવીને બોઈંગ દ્વારા બનાવવામાં આવેલા P-8I (I-India) એરક્રાફ્ટ પોતાના બેડામાં શામેલ કર્યા છે. જાન્યુઆરી 2009માં 2.1 મિલિયન ડૉલરમાં આ સોદો થયો હતો. આજ પ્રકારના વધુ ચાર વિમાનો આ વર્ષે જ ડિસેમ્બરમાં ભારતને મળી જશે. આ વિમાનો માટે જુલાઈ 2016માં 1.1 બિલિયન ડૉલરનો વધુ એક સોદો કરવામાં આવ્યો હતો.

P-8I વિમાનો ચીન પર રાખી રહ્યાં છે બાજ નજર

ભારતે P-8I એરક્રાફ્ટનો હિંદ મહાસાગરમાં સર્વિલાંસ ઉપરાંત પૂર્વી લદ્દાખમાં પીપલ્સ લિબરેશન આર્મી પર નજર રાખવા તૈનાત કર્યા છે. મેની શરૂઆતમાં ચીન સાથે ઉભા થયેલા તનાવને ધ્યાનમાં રાખીને ભારતના આ જંગી જહાજ અને સબમરીંસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તાઈવાનને લઈને ઉંબાડીયા કરી રહેલા ચીનને અમેરિકાએ આકરી ચેતવણી આપી છે. હવે અમેરિકાએ ભારત સાથે મિત્રતા નિભાવના કપરા સમયમાં ડ્રેગનને સખણા રહેવાનો વધુ એક સંદેશ આપી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews