અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેશમાં ફેલાતા સ્વાસ્થ્ય સંકટને કારણે લોકોના લક્ષ્યાંક પર છે. બીજી તરફ, કિમ કાર્દશિયનના પતિ અને રેપર કને વેસ્ટે પણ આ વખતે ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.

કિમના પતિ કને વેસ્ટે ટ્વિટ કર્યું હતું કે, અમેરિકાના સપનાને સાકાર કરવા, આપણી દ્રષ્ટિને સાથે લાવવા અને ભાવિ બનાવવા માટે આપણે હવે ભગવાનમાં વિશ્વાસ કરવો જ જોઇએ.

‘કને વેસ્ટના ટ્વીટને કિમ કર્દાશીઅને અમેરિકી ધ્વજ સાથે ટેકો આપ્યો છે. આ ટ્વીટ બાદથી કિમ સમાચારોમાં છે. કેટલાક લોકો તેને અમેરિકાની ફર્સ્ટ લેડી માને છે અને કેટલાક તેને આવું વિચારીને ટ્રોલ કરી રહ્યાં છે. કિમ ઉપરાંત, એલોન મસ્ક એ પણ કને ને સમર્થન આપ્યું છે. કને 2015 માં જ યુએસના રાષ્ટ્રપતિ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે- એક સમય આવશે જ્યારે હું યુએસનો રાષ્ટ્રપતિ બનીશ.
We must now realize the promise of America by trusting God, unifying our vision and building our future. I am running for president of the United States 🇺🇸! #2020VISION
— ye (@kanyewest) July 5, 2020
