Not Set/ અમેરિકામાં આટલા વધારે કેસ વિશે જાણો શું કહે છે ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં કોરોનાનાં કહેરની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, અમેરિકા વિશ્વનો સૌથી મોટો Covid-19 ટેસ્ટિંગ કાર્યક્રમ ચલાવી રહ્યો છે, જે રશિયા, ચીન, ભારત અને બ્રાઝિલ જેવા મોટા દેશો કરતા સારો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોરોનાવાયરસથી થયેલા મૃત્યુને કારણે યુ.એસ. પાસે વિશ્વમાં “લગભગ સૌથી નીચો મૃત્યુ દર” છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે […]

World
a2ff5948ac808b37271952e5ae5a0938 અમેરિકામાં આટલા વધારે કેસ વિશે જાણો શું કહે છે ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં કોરોનાનાં કહેરની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, અમેરિકા વિશ્વનો સૌથી મોટો Covid-19 ટેસ્ટિંગ કાર્યક્રમ ચલાવી રહ્યો છે, જે રશિયા, ચીન, ભારત અને બ્રાઝિલ જેવા મોટા દેશો કરતા સારો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોરોનાવાયરસથી થયેલા મૃત્યુને કારણે યુ.એસ. પાસે વિશ્વમાં “લગભગ સૌથી નીચો મૃત્યુ દર” છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે રાઉન્ડ ટેબલ મીટિંગ દરમિયાન કહ્યું હતું કે, આપણે મૃત્યુદરમાં સૌથી ઓછા દર ધરાવતા દેશોમાં છીએ. અમેરિકામાં અત્યાર સુધીમાં 34 લાખથી વધુ લોકોને કોરોના ચેપ લાગ્યો છે અને આ રોગને કારણે 1.37 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. અન્ય દેશોની તુલનામાં બંને આંકડા સૌથી વધુ છે. યુ.એસ. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ટ્રમ્પ સરકાર દ્વારા હાથ ધરવામા આવેલા મોટા પાયે પરીક્ષણ અભિયાનને લીધે, ચેપનાં આટલા મોટા પ્રમાણમાં કેસ થયા છે. આ અભિયાન અન્ય કોઈપણ દેશ કરતા વધુ વ્યાપક છે. તેમણે કહ્યું, “અમે હજી સુધી અન્ય દેશો કરતા વધુ ટેસ્ટ કર્યા છે. જ્યારે તમે ટેસ્ટ કરો ત્યારે નવા કેસ બહાર આવે છે. તેથી આપણને અહીં કોરોનાનાં આટલા બધા કેસ સામે આવ્યા છે. હું તમને કહેવા માંગુ છું કે કેટલાક દેશો એવા છે, જે ફક્ત ત્યારે ટેસ્ટ કરે છે જ્યારે કોઈ માંદગી વ્યક્તિ હોસ્પિટલ અથવા ડોક્ટર પાસે જાય છે, સામાન્ય રીતે હોસ્પિટલ આ પ્રકારનો ટેસ્ટ કરી રહ્યા છે, તેથી તેમનામાં કોરોનાનાં વધુ કેસ નથી. તે બેધારી તલવાર છે.”

ટ્રમ્પે કહ્યું કે યુ.એસ. માં કોરોનાથી મૃત્યુ દર સૌથી નીચો છે અથવા સૌથી નીચા મૃત્યુ દર નજીક છે. તેમણે કહ્યું, “અમે સારું કામ કરી રહ્યા છીએ. અમે રસીનાં મોર્ચે, ઉપચારનાં મોર્ચે સારુ કામ કરી રહ્યા છીએ. મને લાગે છે કે આપણને ટૂંક સમયમાં જ કોઈ સમાચાર મળશે.” યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું, “અમારી પાસે શ્રેષ્ઠ અને ચોક્કસપણે, વિશ્વમાં ક્યાંય પણ ન હોય તેવો સૌથી મોટો ટેસ્ટિંગ કાર્યક્રમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.