International/ અમેરિકામાં કોરોના કોહરામ, છેલ્લાં 48 કલાકમાં સવા ત્રણ લાખ નવા કેસ નોંધાયા | અમેરિકામાં કોરોનાથી મૃત્યુઆંક સતત ચિંતાજનક રીતે વધારો, છેલ્લાં 48 કલાકમાં જ 8,100થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 4.43 લાખને પાર થયો | બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં 60 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે કે વધુ 1400 નાગરિકોના મોત થયા | સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 35 હજાર નવા કેસ નોંધાયા, સ્પેનમાં કુલ કેસની સંખ્યા હવે 28 લાખની સપાટીએ પહોંચી | યુકેમાં મૃત્યુઆંક પર સરકાર રોક લગાવવામાં નિષ્ફળ રહી, છેલ્લાં 24 કલાકમાં યુકેમાં ફરી 1200થી વધુ નાગરિકોના મૃત્યુ થયા | અમેરિકા માટે ચિંતાના વધુ એક સમાચાર, અમેરિકાના સાઉથ કેરોલિનામાં કોરોનાના નવા સાઉથ આફ્રિકન વેરિએન્ટનો પ્રથમ કેસ મળી આવ્યો | વેક્સિન રનમાં વધુ એક સારા સમાચાર, નોવાવેક્સના યુકેમાં થયેલાં ટ્રાયલમાં તેની અસરકારકતા 89 ટકા જેટલી જોવા મળી | UN ચીફે કહ્યું છે કે વિશ્વભરના દેશોમાં વેક્સિન પહોંચાડવાની વિશ્વના તમામ વેક્સિન ઉત્પાદક દેશોની જવાબદારી, તેમણે હાલની સ્થિતિને વેક્સિન ઈમરજન્સી ગણાવી

Breaking News