Not Set/ અમેરિકામાં જ્યોર્જ ફ્લોયર્ડની હત્યા બાદ વધુ એક અશ્વેતને પોલીસે મારી ગોળી, થઇ રહ્યો છે ઉગ્ર વિરોધ

અમેરિકામાં પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોયડનાં મોત અંગે સમગ્ર દેશવાસીઓનાં વિરોધ વચ્ચે બીજા અશ્વેત વ્યક્તિને ગોળી મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એટલાન્ટામાં એક પોલીસ અધિકારીએ એક અશ્વેત શખ્સની ધરપકડ કરવાના પ્રયાસમાં ગોળી મારી દીધી હતી. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં વિરોધમાં એટલાન્ટામાં પ્રદર્શન થઈ રહ્યા છે. એટલાન્ટાનાં પોલીસ વડાએ તેમના પદ પરથી રાજીનામું […]

World
e1d2fb3939ab648d9fb6eae35fe4c034 અમેરિકામાં જ્યોર્જ ફ્લોયર્ડની હત્યા બાદ વધુ એક અશ્વેતને પોલીસે મારી ગોળી, થઇ રહ્યો છે ઉગ્ર વિરોધ

અમેરિકામાં પોલીસ કસ્ટડીમાં જ્યોર્જ ફ્લોયડનાં મોત અંગે સમગ્ર દેશવાસીઓનાં વિરોધ વચ્ચે બીજા અશ્વેત વ્યક્તિને ગોળી મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એટલાન્ટામાં એક પોલીસ અધિકારીએ એક અશ્વેત શખ્સની ધરપકડ કરવાના પ્રયાસમાં ગોળી મારી દીધી હતી. જે બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનાં વિરોધમાં એટલાન્ટામાં પ્રદર્શન થઈ રહ્યા છે. એટલાન્ટાનાં પોલીસ વડાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એટલાન્ટાનાં મેયરે શનિવારે આ માહિતી આપી હતી.

794604dfb1a0d0ca6c3d59671c1fb6a9 અમેરિકામાં જ્યોર્જ ફ્લોયર્ડની હત્યા બાદ વધુ એક અશ્વેતને પોલીસે મારી ગોળી, થઇ રહ્યો છે ઉગ્ર વિરોધ

એટલાન્ટાનાં મેયર કેઇશા લાન્સ બોટમે જણાવ્યું હતું કે, પોલીસ વડા એરિકા શીલ્ડ્સે બે દાયકાથી વધુ સમયથી પોલીસ વિભાગમાં કામ કર્યું હતું. આ ઘટના બાદ એરિકાએ પોલીસ વડાનાં પદ પરથી રાજીનામું આપવા અંગે કહ્યુ હતુ. એટલાન્ટામાં માર્યા ગયેલા શખ્સની ઓળખ 27 વર્ષીય રેશાર્ડ બ્રૂક્સ તરીકે થઈ છે. જેની શુક્રવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક સત્તાવાર રિપોર્ટ મુજબ, બ્રૂક્સ એક રેસ્ટોરન્ટની બહાર કારમાં સૂઈ રહ્યો હતો, રેસ્ટોરન્ટનાં સ્ટાફ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેના કારણે અન્ય ગ્રાહકોને મુશ્કેલી ઉભી થઇ રહી છે.

9ab54a549d142f6eabffec2b2e7df328 અમેરિકામાં જ્યોર્જ ફ્લોયર્ડની હત્યા બાદ વધુ એક અશ્વેતને પોલીસે મારી ગોળી, થઇ રહ્યો છે ઉગ્ર વિરોધ

જ્યોર્જિયા બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પોલીસ બ્રૂક્સને પકડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેનો વિરોધ થયો હતો. રિપોર્ટ મુજબ, સર્વેલન્સ વિડીયોમાં “બ્રૂક્સ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળે છે. આ સમય દરમિયાન, બ્રૂક્સ એક અધિકારી પાસેથી નાની બંદૂક છીનવી અને ઘટનાસ્થળેથી ભાગવાનું શરૂ કરે છે.” અહેવાલમાં જણાવાયું છે કે, પોલીસ અધિકારીઓ તેનો પીછો કરે છે અને તે દરમિયાન બ્રૂક્સ પાછો ફરે છે અને તે અધિકારીની સામે તે નાની બંદૂકનો નિશાનો લગાવે છે. જે બાદ એક અધિકારી ગોળી ચલાવે છે. ઇજાગ્રસ્ત હાલતમાં બ્રૂક્સને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જ્યાં સર્જરી બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં એક અધિકારી પણ ઘાયલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.