Not Set/ અમેરિકા ગ્રીનકાર્ડ અરજદારોનાં ઇમિગ્રેશન પર 60 દિવસ માટે પ્રતિબંધ મુકશે

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, યુ.એસ. ગ્રીનકાર્ડ અરજદારોનાં ઇમિગ્રેશન પર 60 દિવસ માટે પ્રતિબંધ મૂકશે, જ્યારે હંગામી કામદારોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે. ટ્રમ્પે ટ્વિટર પર આ પગલાની ઘોષણા કર્યાનાં એક દિવસ પછી, મંગળવારે કહ્યું હતું કે, આ પગલું કોરોના વાયરસ સંકટ દરમિયાન અમેરિકન નોકરીઓને સુરક્ષિત કરશે. વ્હાઇટ હાઉસ ખાતે એક બ્રીફિંગમાં, તેમણે કોરોના […]

World

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, યુ.એસ. ગ્રીનકાર્ડ અરજદારોનાં ઇમિગ્રેશન પર 60 દિવસ માટે પ્રતિબંધ મૂકશે, જ્યારે હંગામી કામદારોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે. ટ્રમ્પે ટ્વિટર પર આ પગલાની ઘોષણા કર્યાનાં એક દિવસ પછી, મંગળવારે કહ્યું હતું કે, આ પગલું કોરોના વાયરસ સંકટ દરમિયાન અમેરિકન નોકરીઓને સુરક્ષિત કરશે. વ્હાઇટ હાઉસ ખાતે એક બ્રીફિંગમાં, તેમણે કોરોના વાયરસનાં પ્રકોપ અને નોકરીનાં અભાવને ટાંકતા કહ્યું કે, હું યુ.એસ.માં સ્થાયી રૂપે ઇમિગ્રેશન સ્થગિત કરવા માટેનો હુકમ જારી કરીશ.

ટ્રમ્પે કહ્યું કે, “અમે બેરોજગાર અમેરિકનોને પહેલા નોકરી મેળવવામાં મદદ કરીશું. તેમને વિદેશમાં કામ કરતા નવા પરપ્રાંતિય મજૂરોની સાથે બદલવા ખોટું કહેવાશે.યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ હુકમ યુ.એસ. માં કાયમી રહેઠાણ મેળવવા માંગતા લોકોને લાગુ પડશે, પરંતુ પરપ્રાંતિય ખેતમજૂરોને તેમા મુક્તિ આપવામાં આવશે.

ટ્રમ્પે કહ્યું કે તેઓ બુધવારે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે, તેઓ 60-દિવસનાં સમયગાળાનાં અંતમાં કાર્યકારી આદેશની સમીક્ષા કરશે અને નક્કી કરશે કે તેને રિન્યૂ કરવું જોઈએ કે નહીં. તેમણે સોમવારે રાત્રે અમેરિકામાં દરેક પ્રકારનાં ઇમિગ્રેશનને સ્થગિત કરવાની કવાયદ બાદ કથિત રીતે કેટલાક મોટા ઉદ્યોગપતિઓનાં સખ્ત વિરોધને પગલે પોતાની મૂળ યોજનાને બદલી દીધી, જેમા વિશેષ વીજા પર કૃષિ મજૂરો અને હાઇટેક કર્મચારીઓ જેવા પ્રવાસીઓને સામેલ કરવામાં આવ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.