Not Set/ અર્જુન કપૂરે 4 મહિના બાદ શરુ કર્યું શુટિંગ, સેટ પર પીપીઆઈ કીટ પહેરી જોવા મળ્યા ક્રૂ મેમ્બર્સ

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે લગભગ ચાર મહિના બાદ શૂટિંગ માટેના સેટ પર પગ મૂક્યો છે. અર્જુન કપૂરનું કહેવું છે કે દરેકને આ ન્યૂ નોર્મલ સાથે તાલમેલ જાણવું જોઈએ. અર્જુન કપૂરે કહ્યું, ‘મને લાગે છે કે આપણામાંના દરેકએ આ ન્યૂ નોર્મલ સાથે આગળ વધવું પડશે અને ધીમે ધીમે ફરી આપણા જીવનનું નિર્માણ કરવાનું શરૂ કરવું પડશે. […]

Uncategorized
e40b69c3efdde5207346e29bb9dfeb72 અર્જુન કપૂરે 4 મહિના બાદ શરુ કર્યું શુટિંગ, સેટ પર પીપીઆઈ કીટ પહેરી જોવા મળ્યા ક્રૂ મેમ્બર્સ

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે લગભગ ચાર મહિના બાદ શૂટિંગ માટેના સેટ પર પગ મૂક્યો છે. અર્જુન કપૂરનું કહેવું છે કે દરેકને આ ન્યૂ નોર્મલ સાથે તાલમેલ જાણવું જોઈએ. અર્જુન કપૂરે કહ્યું, ‘મને લાગે છે કે આપણામાંના દરેકએ આ ન્યૂ નોર્મલ સાથે આગળ વધવું પડશે અને ધીમે ધીમે ફરી આપણા જીવનનું નિર્માણ કરવાનું શરૂ કરવું પડશે. હવે વસ્તુઓ કાયમ બદલાઈ ગઈ છે અને આપણે આ પરિવર્તન અપનાવીને કામ કરવાનું ચાલુ રાખવું પડશે. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાની આજુબાજુનું વાતાવરણ સલામત બનાવવું જોઈએ.

‘પાનીપત’ અભિનેતાએ કહ્યું કે કમશિર્યલ શૂટના સેટ પર સુરક્ષાના પૂરતા પગલા લેવામાં આવ્યા હતા.

અર્જુન કપૂરે કહ્યું, ‘મેં 4 મહિના પછી પહેલી વાર શૂટિંગ કર્યું છે. શરૂઆતમાં હું આ પરિસ્થિતિઓ વિશે થોડી ચીડાયેલો હતો, પરંતુ સેટ પરના તમામ સુરક્ષા પગલાં જોયા પછી મને ખાતરી છે. સેટ પર સુરક્ષાના તમામ પગલા લેવામાં આવ્યા છે. અર્જુન કપૂરે આગામી દિવસો માટે ઘણી શુટનું પ્લાનિંગ કર્યું છે. અર્જુન કપૂરે વધુમાં કહ્યું કે, ‘કામ ફરી શરૂ કરવામાં ખૂબ જ સારું લાગે છે અને હું આગામી શૂટિંગની રાહ જોઈ રહ્યો છું.’

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.