Not Set/ ઠગો પર હોલિવૂડમાં પણ બની છે ફિલ્મો, જોવા મળ્યા હતા શશી કપૂર અમરીશ પૂરી

મુંબઈ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’   ફિલ્મ  વર્ષ 1839માં પ્રસિદ્ધ થયેલ નવલકથા ‘ Confessions of a Thug’ પર આધરિત છે. આમીર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ વર્ષ 2018ની ખૂબ અપેક્ષિત મુવી માનવામાં આવી રહી છે. ફિલ્મનો લોગો, અમિતાભ બચ્ચન અને ફાતિમા સના શેખનો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. આ પછી ચાહકો ફિલ્મની સ્ટોરી અને […]

Uncategorized
tah 1 ઠગો પર હોલિવૂડમાં પણ બની છે ફિલ્મો, જોવા મળ્યા હતા શશી કપૂર અમરીશ પૂરી

મુંબઈ

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’   ફિલ્મ  વર્ષ 1839માં પ્રસિદ્ધ થયેલ નવલકથા ‘ Confessions of a Thug’ પર આધરિત છે. આમીર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ વર્ષ 2018ની ખૂબ અપેક્ષિત મુવી માનવામાં આવી રહી છે. ફિલ્મનો લોગો, અમિતાભ બચ્ચન અને ફાતિમા સના શેખનો લૂક રિલીઝ કરવામાં આવ્યો છે. આ પછી ચાહકો ફિલ્મની સ્ટોરી અને કિરદારોનો જોવા માટે ઉત્સાહિત થઇ રહ્યા છે.

Confessions of a Thug નવલકથા એક ઠગોની ભટકતી લાઈફ વિશે જણાવતી આ સ્ટોરી 18 મી સદીમાં ખુબ જ પસંદ કરવામાં આવી હતી. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ આવી પહેલી ફિલ્મ નથી કે જે ઠગોના જીવનને પરદા પર બતાવવામાં આવી છે. આ પહેલા પણ ઠગની રોમાંચિક કરી દે તેવા જીવન પર ફિલ્મ બની ચુકી છે.

દિલીપ કુમાર, સંજીવ કુમાર અને વૈજયંતીમાલાની વર્ષ 1968માં રિલીઝ થયેલ ફિલ્મ ‘સંઘર્ષ’ ઠગ લાઈફ પર  જ આધારિત છે. આ ફિલ્મમાં મહાન લેખિકા મહાશ્વેતા દેવીની એક શોર્ટ બંગાળી સ્ટોરી લેલી અસમાનર અયાન પર આધારિત હતી. આ નવલકથાના લેખક ઘણા ભારતીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતાઓ આકર્ષે છે.

ઇન્ટરનેશનલ ફિલ્મ The Deceivers ઠગોના જીવનની સ્ટોરીને બતાવે છે. આ ફિલ્મ વર્ષ 1952માં જોન માસ્ટર્સ દ્રારા લખવામાં આવી The Deceivers નામની બૂક પર આધારિત છે. આ હોલિવૂડ ફિલ્મમાં ઇન્ડિયન એક્ટર્સ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. એ બોલિવૂડ એક્ટર્સ શશી કપૂર અને  સઈદ જાફરી હતા. ફિલ્મનું શુટિંગ પણ આશરે 4 મહિના સુધી ભારતમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટોરી ભારતના બેકડ્રોપ પર જ આધારિત હતી.

વર્ષ 1984માં રિલીઝ થયેલ ફિલ્મ Indiana Jones and the Temple of Doomમાં બોલિવૂડના લેજેંડ એક્ટર અમરીશ પૂરીએ એક પુજારીની ભૂમિકા ભજવી હતી. જે લૂંટારૂ ગેંગનો પણ સભ્ય છે.

1959માં રિલીઝ કરવામાં આવેલ બ્રિટિશ ફિલ્મ ‘ધ સ્ટ્રેંગલર્સ ઓફ બોમ્બે‘ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્રારા એક ઠગની સ્ટોરી બતાવે છે. આ એક હોરર ફિલ્મ હતી. આ ફિલ્મમાં ગાય રોલ્ફ અને હોલ્ડન મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા.

ઈટાલીયન ફિલ્મ Kidnapped to Mystery Island એક એવી છોકરીની સ્ટોરી પર આધારિત છે જેને ગેંગ કિડનેપ કરી લે છે અને તેની બલી આપવામાં કિડનેપ કરીને રાખે છે.