Not Set/ કેસરીએ ત્રીજા દિવસે કરી ધાકડ કમાણી,આંકડા જાણીને ચોંકી ઉઠશો

અક્ષય કુમાર અને  પરિણીતી ચોપરા અભિનિત કેસરીએ બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે પણ જાણે ટંકશાળ પાડી છે.  આ ફિલ્મે સતત ત્રીજા દિવસે સારી કમાણી કરી છે. પ્રથમ દિવસે આ ફિલ્મે 21 કરોડની ધાકડ કમાણી કરી હતી. તો બીજા દિવસે કેસરી ફિલ્મે  17 કરોડની કમાણી કરી હતી અને  શનિવારે આ ફિલ્મે 20 કરોડ રૂપિયાનો વકરો કર્યો […]

Uncategorized
kesari કેસરીએ ત્રીજા દિવસે કરી ધાકડ કમાણી,આંકડા જાણીને ચોંકી ઉઠશો

અક્ષય કુમાર અને  પરિણીતી ચોપરા અભિનિત કેસરીએ બોક્સ ઓફિસ પર ત્રીજા દિવસે પણ જાણે ટંકશાળ પાડી છે.  આ ફિલ્મે સતત ત્રીજા દિવસે સારી કમાણી કરી છે. પ્રથમ દિવસે આ ફિલ્મે 21 કરોડની ધાકડ કમાણી કરી હતી. તો બીજા દિવસે કેસરી ફિલ્મે  17 કરોડની કમાણી કરી હતી અને  શનિવારે આ ફિલ્મે 20 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આજે રવિવારે પણ ફિલ્મ જોવા માટે સારો ધસારો છે. અને એવો અંદાજો છે કે  આ ફિલ્મ રવિવારે 20 કરોડ ઉપરાંતની કમાણી કરશે.

આ માહિતી રમેશ બાલા તથા બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આપી હતી.

અક્ષય કુમારની આ ફિલ્મ દેશના દરેક રાજ્યમાં સારો વકરો કરી રહી છે. અને યુદ્ધને લગતી પટકથા દર્શકોને ઘણી પસંદ આવી છે.  ઘણાએ તો આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે.  તેમજ દર્શકો દ્વારા ફિલ્મની માઉથ ટુ માઉથ પબ્લિસિટી પણ સારી થઈ રહી છે.  ફિલ્મની કમાણીને જોતા લાગે છે કે ફિલ્મ પાછળ વપરાયેલું બજેટ ઝડપથી  આ ફિલ્મ ભેગું કરી લેશે.   કેસરી ફિલ્મે ત્રણ દિવસમાં ટોટલ 58 કરોડની કમાણી કરી છે.

ફિલ્મ કેસરી સારાગઢીના યુદ્ધ પર આધારિત છે. જેમાં  21 શીખ જવાનો  દસ હજાર અફઘાનો પર ભારે પડ઼્યા હતા.