Not Set/ આંબેડકર જયંતિ/ PM મોદીએ આજે એક વીડિયો સંદેશ દ્વારા બાબા સાહેબને યાદ કર્યા

14 એપ્રિલ એટલે કે આજે ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો 129 મો જન્મદિવસ છે. જો કે, કોરોના વાયરસનાં સંક્રમણને કારણે લોકડાઉનને ધ્યાનમાં રાખીને, ભારતીય બંધારણનાં નિર્માતા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી માટે આજે કોઈ મોટુ આયોજન કરવામાં આવ્યું નથી અને દરેકને તેમના ઘરોમાં રહીને બાબા સાહેબને યાદ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર […]

India

14 એપ્રિલ એટલે કે આજે ડૉ.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો 129 મો જન્મદિવસ છે. જો કે, કોરોના વાયરસનાં સંક્રમણને કારણે લોકડાઉનને ધ્યાનમાં રાખીને, ભારતીય બંધારણનાં નિર્માતા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી માટે આજે કોઈ મોટુ આયોજન કરવામાં આવ્યું નથી અને દરેકને તેમના ઘરોમાં રહીને બાબા સાહેબને યાદ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે એક વીડિયો સંદેશ દ્વારા બાબા સાહેબને યાદ કર્યા છે.

પીએમ મોદીએ ટવીટ કરીને કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓ તરફથી નમ્ર શ્રદ્ધાંજલિ. આ દરમિયાન તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમા પીએમ મોદીએ કહ્યું કે, બાબા સાહેબે ભારત માટે નવી દ્રષ્ટિ આપી, તેઓ હંમેશા સમાનતા વિશે વાત કરતા જેમાં માનવ સમાનતાથી લઈને કાયદાની સમાનતા સુધીની વાતો સમાયેલી હતી.