Not Set/ ગુરુ પૂર્ણિમાનાં શુભ પ્રસંગે રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ, PM મોદી પર કર્યો કટાક્ષ

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ગુરુ પૂર્ણિમાનાં શુભ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપતી વખતે કેન્દ્ર સરકાર ઉપર કટાક્ષ કર્યો છે, તેમણે ગૌતમ બુદ્ધનાં એક કથન ટ્વીટ કર્યુ છે, જેમા લખ્યુ છે કે ત્રણ ચીજો એવી છે જે લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી – સૂર્ય, ચંદ્ર અને સત્ય. ગુરુપૂર્ણિમાની આપ સૌને શુભકામનાઓ. જણાવી દઇએ કે, ચીન-સરહદ વિવાદ […]

India
3d11e1a0316ab24b46fcdb4787aba6fb ગુરુ પૂર્ણિમાનાં શુભ પ્રસંગે રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ, PM મોદી પર કર્યો કટાક્ષ
3d11e1a0316ab24b46fcdb4787aba6fb ગુરુ પૂર્ણિમાનાં શુભ પ્રસંગે રાહુલ ગાંધીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ, PM મોદી પર કર્યો કટાક્ષ

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ ગુરુ પૂર્ણિમાનાં શુભ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપતી વખતે કેન્દ્ર સરકાર ઉપર કટાક્ષ કર્યો છે, તેમણે ગૌતમ બુદ્ધનાં એક કથન ટ્વીટ કર્યુ છે, જેમા લખ્યુ છે કે ત્રણ ચીજો એવી છે જે લાંબા સમય સુધી છુપાવી શકાતી નથી – સૂર્ય, ચંદ્ર અને સત્ય. ગુરુપૂર્ણિમાની આપ સૌને શુભકામનાઓ. જણાવી દઇએ કે, ચીન-સરહદ વિવાદ પર, રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર અને પીએમ મોદીને સત્ય કહેવા માટે વિનંતી કરી રહ્યા છે, દેશ સત્યને જાણવા માગે છે કે ગાલવાનમાં શું થયું અને કેમ.

તાજેતરમાં, તેમણે પોતાના ટ્વિટમાં એક ગ્રાફ બતાવ્યો હતો, જે મુજબ વર્ષ 2009 થી 2014 (મનમોહન સરકાર) ની વચ્ચે ચીનમાંથી કુલ મહત્તમ આયાત 14 ટકા હતી જ્યારે મોદી સરકારમાં તે મહત્તમ 18 ટકા પર પહોંચી ગઈ છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દાવો કર્યો છે કે મનમોહન સરકાર દરમિયાન ચીનથી આયાત ઓછી થઈ હતી, જ્યારે મોદી સરકાર દરમિયાન આયાત વધી છે.