Not Set/ યુઝરના પર્સનલ ડેટા ની આવી રીતે સુરક્ષા કરશે સરકાર …. લાગશે કરોડો રૂપિયાનો દંડ

ડિજિટલ ઈકોનોમી ગ્રોથ પર બનેલી સરકારી સમિતિનું કહેવાનું છે કે જાતિ-ધર્મ, પાસવર્ડ, સેક્સ્યુઅલ પ્રેફરન્સ, આધાર અને ટેક્સ ડિટેલ્સ આ બધો સંવેદનશીલ પર્સનલ ડેટા છે. અને સ્પષ્ટ સહમતી વિના આનો ઉપયોગ થવો ના જોઈએ. જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ ડેટા પ્રોટેક્શન લો નું ઉલ્લંઘન કરનારી કંપનીઓ પાર 15 કરોડ રૂપિયાથી લઈને એમના દુનિયાભરના કારોબારના કુલ ટર્નઓવરના 4 ટકા […]

Top Stories India
NPIC 2018727205356 યુઝરના પર્સનલ ડેટા ની આવી રીતે સુરક્ષા કરશે સરકાર .... લાગશે કરોડો રૂપિયાનો દંડ

ડિજિટલ ઈકોનોમી ગ્રોથ પર બનેલી સરકારી સમિતિનું કહેવાનું છે કે જાતિ-ધર્મ, પાસવર્ડ, સેક્સ્યુઅલ પ્રેફરન્સ, આધાર અને ટેક્સ ડિટેલ્સ આ બધો સંવેદનશીલ પર્સનલ ડેટા છે. અને સ્પષ્ટ સહમતી વિના આનો ઉપયોગ થવો ના જોઈએ. જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ ડેટા પ્રોટેક્શન લો નું ઉલ્લંઘન કરનારી કંપનીઓ પાર 15 કરોડ રૂપિયાથી લઈને એમના દુનિયાભરના કારોબારના કુલ ટર્નઓવરના 4 ટકા સુધી દંડ ફટકારવાનો સુઝાવ આપ્યો છે.

data protection justice srikrishna committee 1532737990 e1532762146454 યુઝરના પર્સનલ ડેટા ની આવી રીતે સુરક્ષા કરશે સરકાર .... લાગશે કરોડો રૂપિયાનો દંડ

કમિટીએ ડેટા પ્રોટેક્શન લો ને લઈને કહ્યું કે યુઝરને એમની સહમતીની જાણકારી હોવી જોઈએ, સહમતી સ્પષ્ટ હોવી જોઈએ અને સહમતીને પાછી લઇ લેવાનો પણ લોકો પાસે અધિકાર હોવો જોઈએ. આ રિપોર્ટ શુક્રવારે આઇટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદને સોંપી દેવામાં આવ્યો છે. કમિટીનું કહેવાનું છે કે ઈન્ટરનેટના ગ્રાહકોને પોતાના ડેટા સુધી પહોંચવાનો અધિકાર હોવો જોઈએ. કમિટીએ જાણકારી વિના ડેટામાં કરવામાં આવતા બદલાવને લઈને ચિંતા દર્શાવી છે અને આવું રોકવા માટે સુઝાવ આપ્યો છે.

nqkmadwlsw 1532722492 e1532762171650 યુઝરના પર્સનલ ડેટા ની આવી રીતે સુરક્ષા કરશે સરકાર .... લાગશે કરોડો રૂપિયાનો દંડ

સમિતિએ કહ્યું કે ઇન્ટરનેટ યુઝરો અને ગૂગલ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાવાળાઓને પોતાનો વ્યક્તિગત ડેટા કોઈ પણ સમયે મેળવવાનો અધિકાર હોવો જોઈએ. કમિટીએ પોતાના રિપોર્ટમાં એક-એક યુઝરની પર્સનલ પ્રોફાઈલિંગ અને થર્ડ પાર્ટી એપ્લિકેશનો દ્વારા યુઝર ડેટા અનૌપચારિક રીતે સંગ્રહ કરવા વિરુદ્ધ ઉઠાવતા પગલાંઓનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે ફેસબૂક અને કેમ્બ્રિજ એનાલિટિકાના ડેટા લીક મામલામાં આવી જ વાતો સામે આવી હતી.

social media logotype background 2b80710a 9216 11e8 90d0 8f805b857cc7 e1532762194342 યુઝરના પર્સનલ ડેટા ની આવી રીતે સુરક્ષા કરશે સરકાર .... લાગશે કરોડો રૂપિયાનો દંડ

આ પેનલ જુલાઈ 2017માં ડિજિટલ ઈકોનોમી ગ્રોથ માટે બનાવવામાં આવી હતી. આ પેનલનો હેતુ પર્સનલ ડેટા સુરક્ષિત કરવા માટે સુઝાવ આપવાનો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું કે ડિજિટલ ડેવલપમેન્ટમાં શ્રીકૃષ્ણ કમિટીનો આ રિપોર્ટ મહત્વપૂર્ણ સાબિત થશે. આને ધ્યાનમાં રાખતા કાનૂન બનાવવામાં આવશે.