Accident/ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મોત

ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના પનવેલ નજીક માદપ ટનલમાં થઈ હતી

Top Stories India
5 36 મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા પૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મોત

ભૂતપૂર્વ ધારાસભ્ય વિનાયક મેટેનું મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના પનવેલ નજીક માદપ ટનલમાં થઈ હતી. પૂર્વ ધારાસભ્ય પોતાની SUV કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માત થયો, તેcને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો.

વિનાયક મેટેને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ તેને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. કારની હાલત જોઈને અકસ્માતનો અંદાજ લગાવી શકાય છે. વિનાયક મેટેની એસયુવી કાર અકસ્માતમાં ઉડી ગઈ હતી. તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, પરંતુ તેને બચાવી શકાયો નહીં.