Not Set/ આજથી આંતરરાજ્ય એ.સી વોલ્વો બસ સેવાનો પ્રારંભ, જાણો કયા શહેરો વચ્ચે ચાલશે બસ સેવા

અમદાવાદઃ રાજ્યના આંતરરાજ્ય મુસાફરી કરતા લોકો માટે રાજ્ય સરકાર એ.સી વોલ્વો બસ સેવા શરૂ કરવા જઇ રહી છે. જે લોકો રાજસ્થાન ફરવા જવા માગતા હોય કે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા હોય તેમની માટે રાજ્ય સરકાર દ્વારા મેટ્રોસીટી અને ધાર્મિક સ્થળોને જોડતી બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ […]

Uncategorized
gsrtc bus આજથી આંતરરાજ્ય એ.સી વોલ્વો બસ સેવાનો પ્રારંભ, જાણો કયા શહેરો વચ્ચે ચાલશે બસ સેવા

અમદાવાદઃ રાજ્યના આંતરરાજ્ય મુસાફરી કરતા લોકો માટે રાજ્ય સરકાર એ.સી વોલ્વો બસ સેવા શરૂ કરવા જઇ રહી છે. જે લોકો રાજસ્થાન ફરવા જવા માગતા હોય કે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગતા હોય તેમની માટે રાજ્ય સરકાર દ્વારા મેટ્રોસીટી અને ધાર્મિક સ્થળોને જોડતી બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અમદાવાદ જયપુર અમદાવાદ શ્રીનથદ્વારા જવા માટે એ.સી વોલ્વો બસની સેવા શનિવારને 18 ફેબ્રુઆરીના રોજથી શરૂ કરવામાં આવશે.

એ.સી વોલ્વો બસની સેવા રાજકોટ-જયપુરની બસ વાયા નહેરુનગર,એસ.જી હાઇવે, ગાંધીનગર, ચિલોડા, હિમતનગર, ઉદેપુર, ચિતોડગઢ, ભીલવાડા હશે. બસનો ઉપડવાનો સમય બપોરના 3 વાગે રાજકોટથી ઉપડશે જે સવારે 7:30 વાગે જયપુર પહોંચાડશે. જયપુરથી સાંજે 18:30 ઉપડશે જે રાજકોટ સવારે 8 વાહે પહોચાડશે.

જ્યારે નહેરુનગર-નાથદ્વારા વોલ્વો બસનો રૂટ વાયા નહેરુનગર,ઇસ્કોન,એસ.જી હાઇવે, ગાંધીનગર, ચિલોડા, હિમતનગર, શામળાજી, કેશરિયાજી, ઉદેપુરથી સંચાલન કરવામાં આવશે. નહેરુનગર-નાથદ્વારા બસ નહેરુનગરથી સવારે 6:30 ઉપડશે જે 11 વાગે પહોંચાડશે. અને નાથદ્વારાથી સાંજે 5 વાગે ઉપડશે જે રાતે 11 વાગે પહોંચાડશે.