Not Set/ પાકિસ્તાને હાફિસ સઇદને માન્યો આતંકવાદી, ATA ની યાદીમાં નાખ્યું નામ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની પંજાબ સરકારે મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવના પ્રમુખ હાફિજ સઇદને આતંકવાદ અટકાવવા માટે બનેલા કાયદામાં લાવીને તેની આતંકવાદ સાથે સંબંધ હોવાની મૌન સ્વીકૃતી આપી દીધી છે. ડૉન ન્યૂઝની ખબર મુજબ પંજાબ સરકારે સઇદ અને તેના નજીકના સહયોગી કાજી કાશિફને આતંકવાદ વિરોધી કાયદાની ચોથી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચીમાં ત્રણ […]

Uncategorized
પાકિસ્તાને હાફિસ સઇદને માન્યો આતંકવાદી, ATA ની યાદીમાં નાખ્યું નામ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની પંજાબ સરકારે મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવના પ્રમુખ હાફિજ સઇદને આતંકવાદ અટકાવવા માટે બનેલા કાયદામાં લાવીને તેની આતંકવાદ સાથે સંબંધ હોવાની મૌન સ્વીકૃતી આપી દીધી છે.

ડૉન ન્યૂઝની ખબર મુજબ પંજાબ સરકારે સઇદ અને તેના નજીકના સહયોગી કાજી કાશિફને આતંકવાદ વિરોધી કાયદાની ચોથી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચીમાં ત્રણ અન્ય લોકો અબ્દુલ્લા ઓબેદ, જફર ઇકબાલ, અબ્દુલ રમાન આબિદના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સઇદ સહિત ચાર અન્યોને તેની પાર્ટી અને રાજકીય સહયોગીઓના ગુસ્સા અને હંગામા વચ્ચે 30 જાન્યુઆરીએ નજરબંધ કરવામામં આવ્યો છે. સઇદને 2008 માં મુંબઇમાં થયેલા આતંકવાદી હૂમલા બાદ પણ નજરબંદ કરવામાં આવ્યો હતો. પરંતુ 2009માં અદાલતે તેને છોડી મૂક્યો હતો.

અખબાર અનુસાર ગૃહ મંત્રાલયે આ પાંચ લોકોની ઓળખ જમાત ઉદ દાવ અને ફલાહ-એ-ઇન્સાનિયતના સક્રિય સભ્યના રૂપમાં કરી હતી. મંત્રાલયે આતંકવાદી વિરોધી વિભાગને આ લોકોની વિરુદ્ધ આવશ્ક કાર્યવાહી કરવાના દિશા નિર્દેશ આપ્યા હતા. ખબર મુજબ ચોથી અનુસૂચીમાં ફક્ત નામનો સમાવેશ થવો તેનાથી ખ્યાલ આવે છે કે, તેનો કોઇના કોઇ રીતે આતંકવાદ સાથે સંબંધ છે.