Not Set/ તમિલનાડૂમાં પલાનીસ્વામીએ બહુમત સાબિત કર્યું, 122 MLA મળ્યું સમર્થન

ચેન્નઇઃ તામિલનાડુના મુખ્યમંત્રી બનવા માટે પલાનીસ્વામીએ બહુમત પુરવાર કર્યો છે. જોકે રાજ્યપાલે તેમને 15 દિવસનો સમય આપ્યો હતો પરંતુ પોતાની સાથે રહેનાર ધારાસભ્યોની સંખ્યા મામલે અનિશ્ચિતતાને લઇને તેમણે ત્રણ જ દિવસમાં બહુમત સાબિત કરવાનું બીડું ઉઠાવી લીધું હતું. જેને લઇને બહુમત પસાર કરવા માટે ખાસ વિધાનસભા સત્ર મળ્યું છે. તામિલનાડુ વિધાનસભા સત્ર શરુ થતાં જ ગુપ્ત […]

Uncategorized
tn assembly trust vote 650 1 636230287801864145 તમિલનાડૂમાં પલાનીસ્વામીએ બહુમત સાબિત કર્યું, 122 MLA મળ્યું સમર્થન

ચેન્નઇઃ તામિલનાડુના મુખ્યમંત્રી બનવા માટે પલાનીસ્વામીએ બહુમત પુરવાર કર્યો છે. જોકે રાજ્યપાલે તેમને 15 દિવસનો સમય આપ્યો હતો પરંતુ પોતાની સાથે રહેનાર ધારાસભ્યોની સંખ્યા મામલે અનિશ્ચિતતાને લઇને તેમણે ત્રણ જ દિવસમાં બહુમત સાબિત કરવાનું બીડું ઉઠાવી લીધું હતું. જેને લઇને બહુમત પસાર કરવા માટે ખાસ વિધાનસભા સત્ર મળ્યું છે.

તામિલનાડુ વિધાનસભા સત્ર શરુ થતાં જ ગુપ્ત મતદાનની માગણી ડીએમકે દ્વારા ઉઠાવવામાં આવી હતી. તો ઓ પન્નીરસેલ્વમ દ્વારા હજુ સમય લઇને ધારાસભ્યો દ્વારા પોતાની જનતાનો અભિપ્રાય લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જોકે સ્પીકરે આ બંને માગણી અસ્વીકાર્ય કરી હતી અને આજે જ બહુમત સાબિત કરવાની પ્રક્રિયા શરુ કરી હતી. આ સાથે જ વિધાનસભામાં ડીએમકેના ધારાસભ્યો દ્વારા જોરદાર હંગામો શરુ કરાયો હતો જેને લઇને વિધાનસભા એક વાગ્યા સુધી સ્થિગત કરવામાં આવી હતી. જે બાદ ફરીથી વિશ્વાસમત લેવાની પ્રક્રિયા ફરીથી શરુ કરવામાં આવી હતી.