Not Set/ બીગ બોસમાં અનુપ જલોટાની રી એન્ટ્રી, જસલીન સાથે સાથેના સંબંધોનો ફરી એકરાર

મુંબઇ, બીગ બોસમાં ઘરથી બેઘર થયેલા અનુપ જલોટાની ફરી એન્ટ્રી થશે.બીગ બોસમાં સ્પર્ધક બનીને દોઢ મહિનો વિતાવનાર અનુપ જલોટા એક વાર ફરીથી બિગબોસ ઘરમાં જશે. બીગ બોસમાંથી નીકળ્યા બાદ અનુપ જલોટાએ તેમની કહેવાતી ગર્લ ફ્રેન્ડ જસલીન સાથેના સંબંધ પર કહ્યું હતું કે તે આધ્યાત્મિક છે.અનુપ જલોટાના આ બયાન પછી જસલીન અંચબામાં પડી હતી.ઈમોશનલ થયેલ જસલીને […]

Uncategorized
loo બીગ બોસમાં અનુપ જલોટાની રી એન્ટ્રી, જસલીન સાથે સાથેના સંબંધોનો ફરી એકરાર
મુંબઇ,
બીગ બોસમાં ઘરથી બેઘર થયેલા અનુપ જલોટાની ફરી એન્ટ્રી થશે.બીગ બોસમાં સ્પર્ધક બનીને દોઢ મહિનો વિતાવનાર અનુપ જલોટા એક વાર ફરીથી બિગબોસ ઘરમાં જશે.
બીગ બોસમાંથી નીકળ્યા બાદ અનુપ જલોટાએ તેમની કહેવાતી ગર્લ ફ્રેન્ડ જસલીન સાથેના સંબંધ પર કહ્યું હતું કે તે આધ્યાત્મિક છે.અનુપ જલોટાના આ બયાન પછી જસલીન અંચબામાં પડી હતી.ઈમોશનલ થયેલ જસલીને કહ્યું હતું કે હું બહાર નીકળી અનુપજી સાથે વાત કરીશ
જણાવી દઇએ કે અનુપ જલોટા અને જસલીન મથારૂએ બિગબોસના ઘરની અંદર ગયા બાદ પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો.પરંતુ અનુપ જલોટાએ ઘરની બહાર નીક્ળ્યા બાદ જણાવ્યુ કે જસલીન ફક્ત તેમની વિદ્યાર્થી છે. એ બંને વચ્ચે કંઇ નથી.
બીગ બોસમાં જલોટા ઘરમાં પહોંચે છે ત્યારે જસલીન ઉત્સાહ સાથે તેમને ભેટી પડે છે. જ્યારે સલમાનખાન જલોટા અને જસલીનના ત્રણ વર્ષના અફેયર અંગે વાત કરે છે. તો જલોટાએ જણાવ્યુ કે તેમની અંદર જસલીન માટે કોઇ રોમેન્ટીક ફિલીંગ નથી. જવાબમાં જસલીન કહે છે કે કદાચ તેમને જ કોઇ કન્ફ્યુઝન હતું.
અનુપ જલોટાએ જણાવ્યુ કે બિગબોસના ઘરનો હિસ્સો બનવાથી તેને ખાસ્સુ આર્થિક નુકશાન થયું છે. તેમનું કહેવું છે કે બીગ બોસમાં તેમની સફર સારી રહી પરંતુ આર્થિક નુકશાન થયુ તેમના ઘણા કોન્સર્ટ કેંસલ થયા. જ્યારે તેમને એ અંગે સવાલ કરવામાં આવ્યો કે ધરમાં જસલીન સાથે ડેટ પર ગયા બાદ હવે તે કેમ વાત નકારી રહ્યા છે તો તેમણે જણાવ્યુ કે, તે સંબંધ સંગીતનો હતો. હુ જસલીનનો ગુરૂ છુ. અમારી વચ્ચે કોઇ પ્રેમ પ્રકરણ નથી