Not Set/ ખાદી ગ્રામો ઉદ્યોગના કેલેન્ડર પર બાપુની જગ્યાએ મોદી

નવી દિલ્હીઃ ખાદી ભારતની ઓળખાણ છે અને તેનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આઝાદી દરમિયાન લોકોએ ખાદી અપનાવીને  અંગ્રેજોની હૂકુમત વિરુદ્ધ ઇન્કલાબ અને આઝાદીની લડત ઉપાડી હતી.દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ‘ખાદી અપનાઓ’નું સૂત્ર આપ્યું હતું.  ખાદી ગ્રામોદ્યોગ દર વર્ષે પોતાનું કેલેન્ડર કાઢે છે. અને વર્ષ 2017 નું કેલેન્ડર પણ કાઢ્યું છે. પરંતુ આ વર્ષે કેલેન્ડર ચર્ચામાં […]

Uncategorized
modi khadi calendar ખાદી ગ્રામો ઉદ્યોગના કેલેન્ડર પર બાપુની જગ્યાએ મોદી

નવી દિલ્હીઃ ખાદી ભારતની ઓળખાણ છે અને તેનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. આઝાદી દરમિયાન લોકોએ ખાદી અપનાવીને  અંગ્રેજોની હૂકુમત વિરુદ્ધ ઇન્કલાબ અને આઝાદીની લડત ઉપાડી હતી.દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ‘ખાદી અપનાઓ’નું સૂત્ર આપ્યું હતું.  ખાદી ગ્રામોદ્યોગ દર વર્ષે પોતાનું કેલેન્ડર કાઢે છે. અને વર્ષ 2017 નું કેલેન્ડર પણ કાઢ્યું છે. પરંતુ આ વર્ષે કેલેન્ડર ચર્ચામાં છે. કેમ કે, અંહી ગાંધીજીની તસ્વીર ગાયબ થઇ ગઇ છે. અને તેની જગ્યાએ પીએમ મોદીની તસ્વીર આવી ગઇ છે.

ખાદી ગ્રામ ઉદ્યોગના કેલેન્ડરનો ઇતિહાસ જણાવે છે કે, અત્યાર સુધીમાં તેના કેલેન્ડરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસ્વીર રહેતી હતી. જે ચરખો ચલાવતા અને કાતણ કરતા નજરે પડતા હતા. પરંતું આ વર્ષે પીએમ મોદીની તસ્વીર જોવા મળતા ચર્ચાએ આ જોર પકડ્યું છે.

આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ કહ્યું હતું કે, આ કોઇ નવી વાત નથી. કેમ કે, આવું પહેલા પણ થઇ ચૂક્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મોદી ખાદી ગ્રામ ઉધ્યોગના બ્રાન્ડ એમ્બેસડર છે. અને ખાદી પ્રત્યે તેમણે દુનિયા ભરનું ધ્યાન ખેંચ્યું છે. વિનય કુમાર નિવેનદથી સોશિયલ મીડિયા પર આ ખબર વાયરલ થઇ ચૂક્યા છે.  અને લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.