Not Set/ આજે ભારત-ચીન વચ્ચે બ્રિગેડ કમાન્ડર લેવલની મીટીંગ, ચૂશૂલમાં સવારે 10 વાગ્યા થશે બેઠક

વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ વચ્ચે લદ્દાખમાં ચુશૂલમાં આજે ફરી એકવાર ભારત અને ચીન વચ્ચે બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠક થવાની છે. આ બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠકનો આ ત્રીજો રાઉન્ડ છે. મળતી માહિતી મુજબ આ બેઠક બંને પક્ષો વચ્ચે સવારે 10 વાગ્યાથી ચુશૂલમાં યોજાશે. એલએસી પર ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો કરવા માટે દરેક સ્તરે […]

Uncategorized
c357a4cb9b651497e34c083485628aeb 1 આજે ભારત-ચીન વચ્ચે બ્રિગેડ કમાન્ડર લેવલની મીટીંગ, ચૂશૂલમાં સવારે 10 વાગ્યા થશે બેઠક

વાસ્તવિક નિયંત્રણ રેખા પર તણાવ વચ્ચે લદ્દાખમાં ચુશૂલમાં આજે ફરી એકવાર ભારત અને ચીન વચ્ચે બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠક થવાની છે. આ બ્રિગેડ કમાન્ડર સ્તરની બેઠકનો આ ત્રીજો રાઉન્ડ છે. મળતી માહિતી મુજબ આ બેઠક બંને પક્ષો વચ્ચે સવારે 10 વાગ્યાથી ચુશૂલમાં યોજાશે.

એલએસી પર ભારત અને ચીન વચ્ચેનો તણાવ ઓછો કરવા માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં આ બ્રિગેડ કમાન્ડર લેવલની મીટિંગ થવાની. જો કે, હજી સુધી બંને પક્ષો વાટાઘાટોમાં કોઈ નક્કર પરિણામ પર પહોંચ્યા નથી. આપને જણાવી દઈએ કે એલએસી આસપાસના વિસ્તારો પર ચીન સતત અતિક્રમણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગઈકાલે પણ ચીની સૈનિકોએ એલએસી પરની પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો.

થોડા દિવસો પહેલા, ભારતીય સૈનિકોએ પેંગોંગ લેક નજીક ચીની સૈનિકોની બેફામ પ્રવૃત્તિઓને નિષ્ફળ કરી દીધી છે. જો કે આ અથડામણમાં કોઈ નુકસાન થયું નથી. આ પહેલા 15 જૂનના રોજ લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સૈન્યના જવાનો અને ચીનના પીએલએ સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં બંને પક્ષે હાલાકી વેઠવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.