Not Set/ આરબીઆઈના પૂર્વ ગવર્નરના કેન્દ્ર સરકાર પર ચાબખા

નોટબંધી પછી આર્થિક વૃદ્ધિની બાબતમાં દેશનું અર્થત્રંત ચીનથી પાછળ ધકેલાઇ જવા અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને જણાવ્યું, ભારત સરકારે સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર અંગે પોતાની છાતી ત્યાં સુધી ઠોકવી ન જોઇએ જ્યાં સુધી સતત દસ વર્ષ સુધી આઠ થી દસ ટકાનો મજબૂત જીડીપી હાંસલ ન કરવામાં આવે. રાજને જણાવ્યું હતું […]

India Business
1504893200 n11 1 આરબીઆઈના પૂર્વ ગવર્નરના કેન્દ્ર સરકાર પર ચાબખા

નોટબંધી પછી આર્થિક વૃદ્ધિની બાબતમાં દેશનું અર્થત્રંત ચીનથી પાછળ ધકેલાઇ જવા અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને જણાવ્યું, ભારત સરકારે સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્ર અંગે પોતાની છાતી ત્યાં સુધી ઠોકવી ન જોઇએ જ્યાં સુધી સતત દસ વર્ષ સુધી આઠ થી દસ ટકાનો મજબૂત જીડીપી હાંસલ ન કરવામાં આવે.

રાજને જણાવ્યું હતું કે ભારત સંસ્કૃતિ અને ઇતિહાસ જેવા મુદ્દાઓ પર તો વિશ્વમાં આગળ વધીને પોતાની વાત કરી શકે છે પણ વિકાસની બાબતમાં ત્યારે જ એવું કરવું જોઇએ જ્યારે સળંગ દસ વર્ષ સુધી આઠથી દસ ટકાનો આર્થિક વિકાસ હાંસલ કરી શકાય.