Not Set/ ‘આશિકી’નું આ ગીત પાકિસ્તાનાં ગીતની છે નકલ, વિવેક અગ્નિહોત્રીએ વીડિયો કર્યો શેર

રાહુલ રોય અને અનુ અગ્રવાલની 1990 માં આવેલી મહેશ ભટ્ટની ફિલ્મ આશિકી સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મનાં ગીતોએ ભારતીય પ્રેક્ષકો પર જાદુ કર્યો હતો. ફિલ્મનું ‘તુ મેરી જિંદગી હે‘  ગીત હજી સુપરહિટ ટ્રેક છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીતનો અસલ ટ્રેક 1977 માં પાકિસ્તાની ગાયક તસ્વર ખાનુમ દ્વારા ગાવામાં આવ્યો હતો. ડિરેક્ટર વિવેક રંજન […]

Uncategorized
1aac1e709e4b7a83c4b0636fb51df3ee 'આશિકી'નું આ ગીત પાકિસ્તાનાં ગીતની છે નકલ, વિવેક અગ્નિહોત્રીએ વીડિયો કર્યો શેર

રાહુલ રોય અને અનુ અગ્રવાલની 1990 માં આવેલી મહેશ ભટ્ટની ફિલ્મ આશિકી સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મનાં ગીતોએ ભારતીય પ્રેક્ષકો પર જાદુ કર્યો હતો. ફિલ્મનું તુ મેરી જિંદગી હે ગીત હજી સુપરહિટ ટ્રેક છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીતનો અસલ ટ્રેક 1977 માં પાકિસ્તાની ગાયક તસ્વર ખાનુમ દ્વારા ગાવામાં આવ્યો હતો. ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ ગીતનો અસલ ટ્રેક વીડિયો શેર કર્યો છે.

વિવેકે વીડિયોને ટ્વિટ કરીને લખ્યું – શું તમે જાણો છો મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીનું સુપરહિટ ગીત 1977 માં પાકિસ્તાનનાં ગીત તસ્વર ખાનુમથી સીધું ચોરવામાં આવ્યું છે.‘ આ ટ્વિટ પછી યુઝર્સે પણ પ્રતિક્રિયા આપી છે. એક યુઝર્સ લખે છે- તમને નથી લાગતું કે જેણે આ ગીતની રચના કરી છે, તેમને આ સવાલ પૂછવો જોઈએ. મહેશ ભટ્ટ લોકોને કેમ ધ્યાન આપતા હશે? ‘ વળી એક યુઝર્સે લખ્યું- મહેશ ભટ્ટની ફિલ્મ વો લમ્હેનુ ગીત “તુ જો નહીં હૈ તો કુછભી નહીં હૈ “ પણ પાકિસ્તાન સાથેનું જોડાણ છે.