Not Set/ આ જાણીતા એક્ટરની મમ્મીને થયો કોરોના, સોશિયલ મીડિયા શેર કરી પોસ્ટ

વર્ષ 2011 માં ‘ઓલવેજ  કભી-કભી‘ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેતા સત્યજિત દુબેની માતા કોરોના વાયરસના ચેપનો શિકાર બની છે. સત્યજિત દુબેએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. સત્યજિત દુબેએ તેની પોસ્ટમાં કહ્યું કે તે અને તેની બહેન પણ સેલ્ફ ક્વોરન્ટાઇનમાં ગયા છે. સત્યજિત દુબેએ જણાવ્યું કે તેની માતાની માઈગ્રેન, […]

Uncategorized
610dee0bfe91322e05a117fb49c9f58c આ જાણીતા એક્ટરની મમ્મીને થયો કોરોના, સોશિયલ મીડિયા શેર કરી પોસ્ટ

વર્ષ 2011 માં ઓલવેજ  કભી-કભીફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેતા સત્યજિત દુબેની માતા કોરોના વાયરસના ચેપનો શિકાર બની છે. સત્યજિત દુબેએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. સત્યજિત દુબેએ તેની પોસ્ટમાં કહ્યું કે તે અને તેની બહેન પણ સેલ્ફ ક્વોરન્ટાઇનમાં ગયા છે. સત્યજિત દુબેએ જણાવ્યું કે તેની માતાની માઈગ્રેન, વધુ તાવ અને શરીરના દુખાવાને કારણે તપાસ કરવામાં આવી હતી.

અભિનેતા સત્યજિત દુબેએ એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસોથી મારી માતા, બહેન અને હું થોડી મુશ્કેલ સાબિત થયાં છે. મારી માતા થોડા દિવસોથી ઠીક નહોતી. તેને માઈગ્રેન હતું, વધારે તાવ હતો અને શરીરમાં દુખાવો પણ અનુભવી રહી હતી. જ્યારે અમે તેનું કોરોના વાયરસનું પરીક્ષણ કરાવ્યું અને તે પોઝિટીવ આવ્યું. તેને નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં અવી છે. હું આશા રાખું છું કે તેણી વધુ મજબૂત થઈને બહાર આવશે. મને અને મારી બહેનને આ વાયરસના કોઈ લક્ષણો નથી. હું મારા મિત્ર, પાડોશી, બીએમસી કાર્યકર અને ડોકટરોનો આભાર માનું છું.

અભિનેતા સત્યજિત દુબેએ પણ આ પોસ્ટમાં એક કથા શેર કરી છે. તેણે કહ્યું છે કે મને સ્થાનિક પોલીસ સ્ટેશનનો ફોન આવ્યો છે, પોલીસકર્મીએ સત્યજીતને ફોન કરીને મદદ માટે કહ્યું છે. જણાવી દઈએ કે ગત વર્ષે આવેલી સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમમાં અભિનેતા સત્યજિત દુબે પણ જોવા મળ્યો હતો. સત્યજીતે આ ફિલ્મમાં સંજય દત્તના ઓનસ્ક્રીન દીકરાની ભૂમિકા ભજવી હતી. જ્યારે દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 95 હજારને વટાવી ગઈ છે, જ્યારે આ વાયરસને કારણે હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.