Not Set/ હું મારા પિતાની જેમ ડાઉન ટુ અર્થ છું : સૈફ અલી ખાન

મુંબઇ, એ ઘણા ઓછા લોકો જાણે છે કે નવાબ સૈફ અલી ખાનનુ નામ સાજિદ અલી ખાન હતુ, પરંતુ બાદમાં આ નામની જગ્યાએ સૈફ કરી દેવાયુ. પોતાના નામ બદલવાની વાત કરતા સૈફે કહ્યુ કે, અમારા પરિવારની પરંપરા હતી કે ઘરના સૌથી પહેલા બાળકનુ નામ દાદીમાં રાખતા હતા.  મારી દાદીએ મારુ નામ સાજિદ અલી ખાન રાખ્યુ હતું, પરંતુ આ નામ […]

Uncategorized
jq હું મારા પિતાની જેમ ડાઉન ટુ અર્થ છું : સૈફ અલી ખાન

મુંબઇ,

એ ઘણા ઓછા લોકો જાણે છે કે નવાબ સૈફ અલી ખાનનુ નામ સાજિદ અલી ખાન હતુ, પરંતુ બાદમાં આ નામની જગ્યાએ સૈફ કરી દેવાયુ. પોતાના નામ બદલવાની વાત કરતા સૈફે કહ્યુ કે, અમારા પરિવારની પરંપરા હતી કે ઘરના સૌથી પહેલા બાળકનુ નામ દાદીમાં રાખતા હતા.  મારી દાદીએ મારુ નામ સાજિદ અલી ખાન રાખ્યુ હતું, પરંતુ આ નામ મારી માતાને પસંદ નહોતુ, જેથી બાદમાં મારુ નામ બદલીને સૈફ કરી દેવાયુ. હું ખુશ છું કે મારુ નામ સૈફ છે.

સૈફે જણાવ્યુ કે, મારી માતાએ લગ્ન બાદ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો, અહીં તેને નવુ નામ મળ્યુ આયશા સુલ્તાન, પરંતુ તેણે પબ્લિકલી આ નામનો ઉપયોગ કર્યો નહીં. મને લાગે છે કે ધર્મને દિલથી માનવો જાઈએ, નામમાં શું રાખ્યુ છે, તમારુ કામ જ સૌથી ઉપર હોય છે.

તેણે વધુમાં જણાવ્યુ કે, મને મારી પુત્રી સારા કહે છે કે, પટૌડીના નવાબની પદવીને તમે વધુ સીરીયસ ના લો. નોર્થ ઈન્ડિયામાં જે શાહી ખાનદાન અને રજવાડા છે, ત્યાં આજે પણ શાહી લોકો પોતાની પદવીને ખૂબ જ ગંભીરતાથી લે છે. ખાસ કરીને રાજસ્થાનના રાજપૂત. સૈફે જણાવ્યુ કે, હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરુ છું.  લોકો મને નવાબ બોલાવે તો છે, પરંતુ હું ક્યારેય આ વાતને વધુ સીરીયસ નથી લેતો. મારા પિતા પણ આ મામલે ડાઉન ટુ અર્થ હતા અને હું પણ એવો જ છું.