Not Set/ આ 5 વસ્તુઓ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો.!

ભારત એટલે ભારતીય નાગરિક હોવાનો અહેસાસ કરાવતો દેશ. એટલે આજે તમારા માટે અમે એવી 5 વાતો લઈને આવ્યા છીએ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો, જો તમે આમાંથી કોઈપણ વસ્તુ ઈન્ડીયા બહાર કરશો તો તમારે ભરવો પડિ શકે છે મોટો દંડ. ઈન્ડીયામાં પબ્લિકને ગમે ત્યાં અને ગમે તે જગ્યાએ પેશાબ કરવાની આઝાદી છે, અને […]

Uncategorized
People Of India આ 5 વસ્તુઓ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો.!

ભારત એટલે ભારતીય નાગરિક હોવાનો અહેસાસ કરાવતો દેશ. એટલે આજે તમારા માટે અમે એવી 5 વાતો લઈને આવ્યા છીએ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો, જો તમે આમાંથી કોઈપણ વસ્તુ ઈન્ડીયા બહાર કરશો તો તમારે ભરવો પડિ શકે છે મોટો દંડ.

  1. ઈન્ડીયામાં પબ્લિકને ગમે ત્યાં અને ગમે તે જગ્યાએ પેશાબ કરવાની આઝાદી છે, અને આના માટે પબ્લિક ટોયલેટની જરૂર નથી. આજના સ્માર્ટ નાગરિક ખૂણો જોયો નથી કે શરૂ થયા નથી.

india health sanitation toilet 82b602ba 8ebc 11e5 8626 d6ed0b59308e આ 5 વસ્તુઓ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો.!

2. ભારત દેશના તહેવારો આખી દુનિયામાં ખુબ ચર્ચાય છે. તહેવારો દરમિયાન આખા દેશમાં થતી ઝગમગાટ અને ગ્લેમરસ દરેકના મન મોહી લે છે ત્યારે આખી દુનિયામાં માત્ર ભારત જ એવો દેશ છે કે જ્યાં અલગ અલગ ધર્મના આટલા બધા તહેવારો ઉજવવામાં આવે છે.

1405489615Festival Of India 2013 આ 5 વસ્તુઓ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો.!

3. ભારતના લોકો MRP ને અનુસરતા નથી. આપણે જે રીતે ઈચ્છીએ તે રીતે ભાવતાલ શરૂ કરી દેતા હોઈએ છીએ. અને જ્યાં સુધી પસંદગીની કિંંમતે વસ્તુ ના મળે ત્યાં સુધી આપણે ભાવતાલ કરી શકીએ છીએ. આવો ટ્રેન્ડ તમને બીજે ક્યાંય જોવા નહિં મળે.

delhidrama 44 490609 આ 5 વસ્તુઓ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો.!

4. આપણા માટે પુરા દેશની જગ્યા કચરા પેટી છે, આપણે ગમે ત્યાં કચરો ફેંકી શકીએ છે, કચરો નાખવાની કોઈ ચોક્કસ જગ્યા નથી, બીજા દેશમાં તમે મન પડે ત્યાં કચરો ના નાખી શકો, જો નાખ્યો તો ભારે દંડ ભરવો પડે.

bvn2352017 13 આ 5 વસ્તુઓ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો.!

5. ઈન્ડિયામાં તમે પડોશી પાસે જે જોઈએ તે વસ્તુ ઉધાર માંગી શકો છે. તે ભલે પછી દૂધ હોય, મસાલો હોય એક નાનુ ટામેટુ હોય કે પછી કોઈ અન્ય વસ્તુ હોય. આપણને ગમે ત્યારે કોઈ પણ વસ્તુ જોઈએ તો આપણો પડોશી હાજર હોય છે પણ અમુક દેશોમાં તો લોકોને એ પણ ખબર નથી હોતી કે બાજુમાં કોણ રહે છે ?

00b9440ef1abf19504d1bc9b49e4c58f આ 5 વસ્તુઓ જે માત્ર તમે ઈન્ડીયામાં જ કરી શકો.!