Not Set/ યુવરાજસિંહની નિવ્રુતિ માંથી બહાર આવવાની ઘોસણા, જાણો શું છે કારણ…

  ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે નિવૃત્તિ તોડવાનો નિર્ણય લીધો છે. યુવરાજસિંહે ગયા વર્ષે જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી યુવરાજસિંહે ભારતની બહાર આયોજિત કેટલીક વિદેશી લીગમાં ભાગ લીધો છે. તાજેતરમાં, પંજાબ ક્રિકેટ એસોસિએશન (પીસીબી) સહિત કેટલાક યુવા ખેલાડીઓએ યુવરાજને રાજ્યની ટીમમાં જોડાતા તેમના માર્ગદર્શન માટે વિનંતી કરી હતી. હવે યુવરાજે […]

Uncategorized
9b05dc0ba996b484d76a43f894991a9f યુવરાજસિંહની નિવ્રુતિ માંથી બહાર આવવાની ઘોસણા, જાણો શું છે કારણ...
 

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે નિવૃત્તિ તોડવાનો નિર્ણય લીધો છે. યુવરાજસિંહે ગયા વર્ષે જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ત્યારબાદથી યુવરાજસિંહે ભારતની બહાર આયોજિત કેટલીક વિદેશી લીગમાં ભાગ લીધો છે. તાજેતરમાં, પંજાબ ક્રિકેટ એસોસિએશન (પીસીબી) સહિત કેટલાક યુવા ખેલાડીઓએ યુવરાજને રાજ્યની ટીમમાં જોડાતા તેમના માર્ગદર્શન માટે વિનંતી કરી હતી. હવે યુવરાજે બીસીસીઆઈને નિવૃત્તિમાંથી બહાર આવવા પત્ર લખ્યો છે.

ખરેખર યુવરાજનો અગાઉ આ પ્રકારનો હેતુ નહોતો, પરંતુ લોકડાઉન દરમિયાન યુવરાજે પીસીએના મોહાલી સ્ટેડિયમમાં પંજાબના યુવા ક્રિકેટર અભિષેક શર્મા, પ્રભાશીમરણ સિંહ અને અનમોલપ્રીત સિંહ સાથે ઘણું કામ કર્યું હતું. આ ત્રણેય ક્રિકેટરો આઇપીએલની વિવિધ ટીમો સાથે જોડાયેલા છે અને આવી સ્થિતિમાં યુવરાજે તેમની સાથે ઘણા લાંબા નેટ સત્રોનું આયોજન કર્યું હતું. અને આ યુવાનોને આઈપીએલ માટે તૈયાર કરવામાં ઘણી મદદ કરી.

તેનાથી યુવરાજ પર પાછા ફરવાનું દબાણ વધ્યું. પંજાબ ક્રિકેટ એસોસિએશન (પીસીએ) પણ ઈચ્છતું હતું કે યુવરાજ રણજી ટ્રોફીમાં પંજાબ તરફથી રમે અને યુવા ક્રિકેટરોને માર્ગદર્શન આપે. યુવરાજે આ મૂડમાં આવવા માટે ઘણો સમય લીધો હતો અને પોતાની ફિટનેસ પર પણ કામ કર્યું હતું અને હવે તેણે બીસીસીઆઈને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ નિવૃત્તિમાંથી બહાર આવવા માંગે છે. યુવીએ કહ્યું કે નિવૃત્તિમાંથી બહાર આવવાનો તેમનો નિર્ણય સરળ નથી, પરંતુ તે આગળ પંજાબ માટે ટ્રોફી જીતવામાં ફાળો આપવા માંગે છે. યુવીએ તેનું ભાવિ આયોજન શું છે તેનું કારણ સ્પષ્ટ કર્યું હતું અને હવે તે ઔપચારિકતા તરીકે ગણાતી બીસીસીઆઈની મંજૂરીની રાહમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.