Not Set/ રામ મંદિર ટ્રસ્ટ ખાતામાંથી ક્લોન ચેક દ્વારા લાખો રૂપિયાની ઉચાપત

  રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ક્લોન ચેક દ્વારા લાખો રૂપિયા ઉપાડ્યાનો ઘટસ્ફોટ થયો છે. ટ્રસ્ટને ત્યારે ખબર પડી જ્યારે ત્રીજી વખત મોટી રકમ ઉપાડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો. આ માહિતી મળતાની સાથે જ અયોધ્યા કોટવાલીમાં ટ્રસ્ટ વતી કેસ દાખલ કરવામાં આવ્યો છે. લખનઉની એક બેંકમાંથી પહેલી સપ્ટેમ્બરના રોજ અઢી લાખ રૂપિયા ઉપડ્યા અને […]

India
850c4fd64b77fc36057a8ab2874ba688 રામ મંદિર ટ્રસ્ટ ખાતામાંથી ક્લોન ચેક દ્વારા લાખો રૂપિયાની ઉચાપત
850c4fd64b77fc36057a8ab2874ba688 રામ મંદિર ટ્રસ્ટ ખાતામાંથી ક્લોન ચેક દ્વારા લાખો રૂપિયાની ઉચાપત 

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ક્લોન ચેક દ્વારા લાખો રૂપિયા ઉપાડ્યાનો ઘટસ્ફોટ થયો છે. ટ્રસ્ટને ત્યારે ખબર પડી જ્યારે ત્રીજી વખત મોટી રકમ ઉપાડવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો. આ માહિતી મળતાની સાથે જ અયોધ્યા કોટવાલીમાં ટ્રસ્ટ વતી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લખનઉની એક બેંકમાંથી પહેલી સપ્ટેમ્બરના રોજ અઢી લાખ રૂપિયા ઉપડ્યા અને બે દિવસ પછીસાડા ત્રણ લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હતા. જયારે ૯ લાખ રૂપિયાનો ત્રીજો ચેક  શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના લખનઉના જ બેંક ઓફ બરોડામાં ગયો ત્યારે વેરીફીકેશન માટે લખનઉથી બેંકનો ફોન આવ્યો. ટ્રસ્ટના અધિકારીઓએ આવી કોઈપણ ચુકવણીની માહિતીનો ઇનકાર કર્યો હતો.

બાદમાં ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયને ખાતું ચકાસતા છ લાખ રૂપિયા ઉપાડવાની માહિતી મળી હતી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓએ અયોધ્યા પોલીસને આ મામલાની માહિતી આપતા કેસ કર્યો હતો.

અયોધ્યા પોલીસ અધિકારી રાજેશ રાયે બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી અને અઢી લાખ અને સાડા ત્રણ લાખ રૂપિયાનો નકલી ચેક જમા કરાવી ને ઉચાપત કર્યાની ફરિયાદ મુજબ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે તપાસના આધારે આરોપીઓ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ન્યાયાધીશએ કહ્યું કે આ કેસમાં ચેકની ક્લોન કરવામાં આવી હતી. કોઈપણ મોટી ગેંગ આ આખી રમતમાં સામેલ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.