Political/ પંજાબનાં નવા મુખ્યમંત્રી બની શકે છે સુખજિંદર રંધાવા: સૂત્ર

દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે પંજાબ કોંગ્રેસે મુખ્યમંત્રી માટે સુખજિંદર રંધાવાનું નામ કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલ્યું છે.

Top Stories India
1 306 પંજાબનાં નવા મુખ્યમંત્રી બની શકે છે સુખજિંદર રંધાવા: સૂત્ર
  • સૂત્રોનાં હવાલેથી ખબર
  • પંજાબનાં નવા CM બની શકે સુખજિંદર રંધાવા
  • સુખજિંદર રંધાવાનાં નામ પર બની સહમતિ
  • પંજાબ કોંગ્રેસે સુખજિંદરનું નામ ફાઇનલ કર્યુ
  • હાઇકમાન્ડ ટૂંક સમયમાં લેશે આખરી નિર્ણય

કેપ્ટન અમરિંદર સિંહનાં રાજીનામા બાદ પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે હજુ સુધી કોઈનું નામ લેવામાં આવ્યું નથી. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે પંજાબ કોંગ્રેસે મુખ્યમંત્રી માટે સુખજિંદર રંધાવાનું નામ કોંગ્રેસ હાઇકમાન્ડને મોકલ્યું છે. પાર્ટીનાં આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય સોનિયા ગાંધીએ લેવાનો છે. આપને જણાવી દઈએ કે, અગાઉ અંબિકા સોનીને CM પદની ઓફર કરવામાં આવી હતી, જેને તેમણે ઠુકરાવી દીધી હતી.

આ પણ વાંચો – Political / કેજરીવાલે ઉત્તરાખંડમાં કરી મોટી જાહેરાત, કહ્યુ- બેરોજગારોને આપીશું 5000 રૂપિયા ભથ્થું

કેપ્ટન અમરિંદર સિંહનાં રાજીનામા બાદ પંજાબનાં રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પંજાબની કમાન કોને મળશે તેના પર સસ્પેન્સ છે. પંજાબનાં નવા મુખ્યમંત્રીની રેસમાં ત્રણ પાત્રોનાં નામ છે, જ્યારે ધારાસભ્ય સુખજિંદર સિંહ રંધાવાનું નામ નાયબ મુખ્યમંત્રી માટે આગળ છે. આપને જણાવી દઇએ કે, સુખજિંદર સિંહ રંધાવા નથી ઈચ્છતા કે સુનીલ જાખરને પંજાબનાં મુખ્યમંત્રી બનાવવામાં આવે. રંધાવાએ જાટ-શીખ નેતા બનાવવાની માંગ ઉભી કરી છે, જ્યારે એક હિન્દુને ધારાસભ્ય પક્ષનાં નેતા બનાવવાનો વાંધો નોંધાવ્યો છે. જ્યારે જાખરનું નામ પંજાબનાં મુખ્યમંત્રીની રેસમાં છે, ત્યારે અંબિકા સોનીને હાઇકમાન્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી પરંતુ પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી અને રાજ્યસભામાં પંજાબનું પ્રતિનિધિત્વ કરી રહેલી અંબિકા સોનીએ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુએ હાઈકમાન્ડ સમક્ષ પંજાબનાં CM માટે દાવો રજૂ કર્યો છે. અત્યારે માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે, પંજાબનાં CM પદ પર કોણ બેસશે તેના પર તમામની નજર છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબનાં ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ AICC એ મુખ્યમંત્રી પદ માટે સુખજિંદર રંધાવાનું નામ સૂચવ્યું હતું. દિલ્હીમાં રાહુલ ગાંધીનાં ઘરે અંબિકા સોની સાથે બેઠક ચાલી રહી છે. નામ પર અંતિમ જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…