Not Set/ ઇમરજન્સીનો વિરોધ કરી ચુકેલા કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીનું થયુ નિધન

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપાલ રેડ્ડીનું શનિવારે નિધન થયુ હતુ. મળી રહેલી માહિતી અનુસાર તે ઘણા સમયથી તાવ અને નિમોનિયાથી પીડિત હતા. શનિવારે તેમની તબિયત અચાનક વધુ બગડી હોવાથી તેમને એઆઈજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. હૈદરાબાદનાં મદગુલમાં જન્મેલા જયપાલ રેડ્ડીનાં રાજનીતિક કેરિયરની વાત કરીએ તો […]

India
jaipalreddy11564279132 ઇમરજન્સીનો વિરોધ કરી ચુકેલા કોંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીનું થયુ નિધન

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપાલ રેડ્ડીનું શનિવારે નિધન થયુ હતુ. મળી રહેલી માહિતી અનુસાર તે ઘણા સમયથી તાવ અને નિમોનિયાથી પીડિત હતા. શનિવારે તેમની તબિયત અચાનક વધુ બગડી હોવાથી તેમને એઆઈજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ.

હૈદરાબાદનાં મદગુલમાં જન્મેલા જયપાલ રેડ્ડીનાં રાજનીતિક કેરિયરની વાત કરીએ તો તે વર્ષ 2009નાં લોકસભા ચૂંટણીમાં તેઓ ચેવલ્લા લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા હતા. તદઉપરાંત તેઓ 1998માં પૂર્વ વડાપ્રધાન ઇંદ્ર કુમાર ગુજરાલની કેબિનેટમાં સૂચના અને પ્રસારણ મંત્રાલયનો પ્રભાર પણ સંભાળી ચુક્યા છે. સાથે 15મી લોકસભામાં તેઓ સાયન્સ અને ટેકનોલોજી અને અર્થ સાયન્સનાં પ્રભારી હતા. આપને જણાવી દઇએ કે, જ્યારે ઇંદિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સીની ઘોષણા કરી હતી ત્યારે રેડ્ડીએ 1977માં કોંગ્રેસનો સાથ છોડ્યો હતો અને જનતા પાર્ટીનો હાથ પકડ્યો હતો.

કહેવાય છે કે, જયપાસ રેડ્ડીએ ઇંદિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલ ઇમરજન્સીની વિરુદ્ધ આંદોલન પણ શરૂ કર્યુ હતુ. જો કે 21 વર્ષ બાદ 1999માં તેઓ કોંગ્રેસમાં એકવાર ફરી પરત થયા હતા. ત્યાર બાદ તેઓ યુપીએ-1માં શહેરી વિકાસ મંત્રાલય અને યુપીએ-2માં શહેરી વિકાસ મંત્રાલય અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની જવાબદારી સંભાળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.