Not Set/ ઇસ્લામમાં કોરોનાની રસી લેવી હરામ છે મુસ્લિમોએ રસી નહિ લેવી જોઈએ : ઇમામ સુફયાન ખલિફા

  વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વને પોતાની બાનમાં લીધુ છે. દુનિયાના તમામ દેશ આજે કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે કોરોનામાંથી બહાર નિકળવાના  વિવિધ ઉપાયો શોધવા માટે વિશ્વ આખું એક જૂથ થઇ ને લડી રહ્યું છે. આવા સમયમાં ઑસ્ટ્રેલિયામાં એક ઇમામ સુફયાન ખલિફાએ કોરોનાની રસી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને કોરોનાની રસી નહીં […]

World
ce144e5340eee61b881b1d29c06d829b 1 ઇસ્લામમાં કોરોનાની રસી લેવી હરામ છે મુસ્લિમોએ રસી નહિ લેવી જોઈએ : ઇમામ સુફયાન ખલિફા
 

વૈશ્વિક મહામારી કોરોનાએ આખા વિશ્વને પોતાની બાનમાં લીધુ છે. દુનિયાના તમામ દેશ આજે કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે કોરોનામાંથી બહાર નિકળવાના  વિવિધ ઉપાયો શોધવા માટે વિશ્વ આખું એક જૂથ થઇ ને લડી રહ્યું છે. આવા સમયમાં ઑસ્ટ્રેલિયામાં એક ઇમામ સુફયાન ખલિફાએ કોરોનાની રસી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મુસ્લિમોને કોરોનાની રસી નહીં લેવાની સલાહ આપી છે અને કહ્યું છે કે રસી લેવી હરામ છે.

Coronavirus is changing the way Muslims worship across the world | News |  Al Jazeera

સુુફિયાન ખલીફા નામના ઈમામે એક વીડિયો પોસ્ટ કરીને તેમના ફોલોઅર્સને કોરોનાની રસી નહીં લેવાની અપીલ કરી છે અને રસીનું સમર્થન કરી રહેલા અન્ય મુસ્લિમ સંગઠનો પર સવાલ ઉઠાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા ઈમામે તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સને અપીલ કરી છે કે તેઓ ફાસિઝ્મનો વિરોધ કરે અને રસી ન લગાવે.

અંગ્રેજી અખબાર ડેઈલી મેલના રિપોર્ટ મુજબ અન્ય અનેક ધાર્મિક નેતાઓએ પણ ઓક્સફર્ડની રસીનો વિરોધ કર્યો છે, કારણ કે તે એક અબોર્ટેડ બેબીના સેલમાંથી તૈયાર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની સરકારે ઓક્સફર્ડ રસીના સપ્લાય માટે કરાર કર્યો છે. બીજીબાજુ સુફિયાન ખલીફા નામના ઈમામે વીડિયોમાં કહ્યું છે, રસીના ઉપયોગને યોગ્ય ગણાવતી મુસ્લિમ સંસૃથાઓ પર શરમ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.