Not Set/ ઈસરોએ ચંદ્રાયાન-2ના લોન્ચિંગને ઓક્ટોબર સુધી કર્યું સ્થગિત

ચેન્નાઈ, ઈસરોના જણાવ્યા મુજબ કેટલાક નિષ્ણાંતોએ ચંદ્રાયાન-૨ એપ્રિલમાં નહીં પરંતુ ઓક્ટોબર બાદ લોન્ચ કરાશે. પરીક્ષણને આપેલ સુચનના પગલે આગામી મહિને થનાર ચંદ્રાયાન-૨ના લોન્ચિંગને ઓક્ટોબર સુધી સ્થગિત રાખવામાં આવ્યુ છે. શરૂઆતમાં, અમે ચંદ્રયાન -2 માટે એપ્રિલના લોન્ચિંગની યોજના બનાવી હતી, પરંતુ કેટલાક દિવસો પહેલાં સમગ્ર દેશમાંના નિષ્ણાતો સાથેની સમીક્ષાની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ […]

Top Stories

ચેન્નાઈ,

ઈસરોના જણાવ્યા મુજબ કેટલાક નિષ્ણાંતોએ ચંદ્રાયાન-૨ એપ્રિલમાં નહીં પરંતુ ઓક્ટોબર બાદ લોન્ચ કરાશે. પરીક્ષણને આપેલ સુચનના પગલે આગામી મહિને થનાર ચંદ્રાયાન-૨ના લોન્ચિંગને ઓક્ટોબર સુધી સ્થગિત રાખવામાં આવ્યુ છે.

શરૂઆતમાં, અમે ચંદ્રયાન -2 માટે એપ્રિલના લોન્ચિંગની યોજના બનાવી હતી, પરંતુ કેટલાક દિવસો પહેલાં સમગ્ર દેશમાંના નિષ્ણાતો સાથેની સમીક્ષાની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ મિશન શરૂ થાય તે પહેલાં વધુ પરીક્ષણોની જરૂર છે.

વડાપ્રધાન કાર્યાલયના રાજ્યમંત્રી અને અંતરીક્ષ વિભાગના પ્રભારી જીતેન્દ્રસિંહે ૧૬ ફેબ્રુઆરીના રોજ જણાવ્યુ હતું કે, ઈસરો એપ્રિલ મહિનામાં પ્રથમ વખત ચંદ્રની દક્ષિણ સપાટી પર યાન ઉતારવા માટે ચંદ્રાયાન-૨ લોન્ચ કરશે. જ્યારે ઈસરોના અધ્યક્ષ કે સીવને પણ જણાવ્યુ હતું કે 800 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ મિશનનુ  લોન્ચિંગ એપ્રિલ મહિનામાં કરવામાં આવશે. જાકે, હવે આ લોન્ચિંગ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં થાય તેવી શક્યતા છે.

ઈસરોના અધ્યક્ષ કે સીવને જણાવ્યુ હતું કે, તાજેતરમાં જ કેટલાક નિષ્ણાંતોએ પરીક્ષણને લઈ મહત્વના સુચન આપ્યા છે. આ સુચનોના અભ્યાસ અને અમલ માટે તમામ લોન્ચિંગ ઓક્ટોબર મહિના સુધી સ્થગિત રાખવામાં આવ્યા છે. જેથી ચંદ્રાયાન-૨ એપ્રિલમાં નહીં પરંતુ ઓક્ટોબર બાદ લોન્ચ કરાશે.

આ યાન લોન્ચિંગમાં થઈ રહેલ વિલંબના કારણે ઈસરોની ચંદ્રને લગતી યોજનાઓમાં પણ વિલંબ થશે. મહત્વનુ છે કે આ પહેલા ઈસરો મંગળયાન લોન્ચ કરી ચુક્યુ છે. જેના થકી મંગળ ગ્રહની સપાટીનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. ચંદ્રયાન -2 ઓર્બિટર, લેન્ડર અને છ વ્હીલવાળા રોવરનો સમાવેશ થયા છે જે ચંદ્રની માટીનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગી હશે. ઈસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન-૨ સંપૂર્ણ રીતે સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલ છે જેનુ કુલ વજન 3290 કિલોગ્રામ છે. તે ચંદ્રની ચારેય બાજુ ભ્રમણ કરીને મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી પૃથ્વી પર મોકલશે.