Not Set/ ઉત્તરાખંડનાં કોટદ્વાર ખાતે ભારે વરસાદના કારણે પાંચ લોકોના મોત નિપજ્યા

ઉત્તરાખંડનાં કોટદ્વાર ખાતે વાદળ ફાટતાં થયેલા ભારે વરસાદમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે અતિ ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યાં હતાં કેટલાંક લોકો તણાઈ ગયાં હતાં.મકાનોમાં અને જળબંબાકાર પૂરગ્રસ્ત સ્થિતિમાં ફસાયેલાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. ધોધમાર વરસાદને કારણે શરણાર્થી કોલોનીમાં વીજતાર છૂટો પડી જતાં કેટલાંક સ્થળે શોર્ટર્સિકટ સર્જાઈ હતી.દરમિયાન ગેસસિલિન્ડર વિસ્ફોટ […]

India
vlcsnap error446 ઉત્તરાખંડનાં કોટદ્વાર ખાતે ભારે વરસાદના કારણે પાંચ લોકોના મોત નિપજ્યા

ઉત્તરાખંડનાં કોટદ્વાર ખાતે વાદળ ફાટતાં થયેલા ભારે વરસાદમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે અતિ ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યાં હતાં કેટલાંક લોકો તણાઈ ગયાં હતાં.મકાનોમાં અને જળબંબાકાર પૂરગ્રસ્ત સ્થિતિમાં ફસાયેલાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. ધોધમાર વરસાદને કારણે શરણાર્થી કોલોનીમાં વીજતાર છૂટો પડી જતાં કેટલાંક સ્થળે શોર્ટર્સિકટ સર્જાઈ હતી.દરમિયાન ગેસસિલિન્ડર વિસ્ફોટ થતાં ત્રણ લોકોને ઈજા પહોંચતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન દેહરાદૂન અને ઋષિકેશ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. હવામાન ખાતાએ શનિવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે.