Not Set/ ઉત્તરાખંડ: વડાપ્રધાન મોદી આજે કરશે વિદ્યાર્થીઓ સાથે યોગા, અધિકારીઓને પણ કરશે સંબોધિત

મસૂરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મસૂરીના બે દિવસના પ્રવાસ માટે આવ્યા છે. અઠવાડિયામાં તેમના આ બીજા ઉત્તરાખંડના પ્રવાસમાં વડા પ્રધાન મોદી આજે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન ઓફ એકેડેમીના ટ્રેઈની અધિકારીઓ અને સેન્ટ્રલ વિદ્યાલયના વિદ્યાર્થીઓની સાથે યોગા કરશે. તે પછી ઑડિટોરિયમનું ઉદ્ધઘાટન પણ કરવામાં આવશે. બપોર પછી વડાપ્રધાન મોદી સંપૂર્ણાન્દ હોલમાં ટ્રેઈની આઇ.એ.એસ. અધિકારીઓને સંબોધ્યા બાદ […]

Top Stories
news27.10.17 1 ઉત્તરાખંડ: વડાપ્રધાન મોદી આજે કરશે વિદ્યાર્થીઓ સાથે યોગા, અધિકારીઓને પણ કરશે સંબોધિત

મસૂરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મસૂરીના બે દિવસના પ્રવાસ માટે આવ્યા છે. અઠવાડિયામાં તેમના આ બીજા ઉત્તરાખંડના પ્રવાસમાં વડા પ્રધાન મોદી આજે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેશન ઓફ એકેડેમીના ટ્રેઈની અધિકારીઓ અને સેન્ટ્રલ વિદ્યાલયના વિદ્યાર્થીઓની સાથે યોગા કરશે. તે પછી ઑડિટોરિયમનું ઉદ્ધઘાટન પણ કરવામાં આવશે. બપોર પછી વડાપ્રધાન મોદી સંપૂર્ણાન્દ હોલમાં ટ્રેઈની આઇ.એ.એસ. અધિકારીઓને સંબોધ્યા બાદ દિલ્હી જવા રવાના થશે.

વડા પ્રધાન મોદીએ ગઈ કાલે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ ટેકનિકલ એકેડેમી ઓફ એજ્યુકેશનમાં ટ્રેની આઇ.એ.એસ. અધિકારીઓની મુલાકાત લીધા બાદ તેમને સંબોધિત કર્યા હતા. મોદીએ તેમના પ્રવાસની શરૂઆત એકેડેમીમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના પૂતળાની ઉપર માળા પહેરાવીને કરી હતી. ત્યાર બાદ તેમણે કેમ્પસમાં પ્લાન્ટેશન કર્યું અને તાલીમાર્થી આઈ.એ.એસ. ના અધિકારીઓ સાથે ફોટોગ્રાફ્સ પણ પડાવ્યા હતા.