Not Set/ એક્સિસ બેંક ફેંક અકાઉન્ટ્સઃ ED એ મની લૉંડ્રીંગ અંતર્ગત બે કેસ કર્યા દાખલ

નવી દિલ્હીઃ એક્સિસ બેંકમાં ખોટા અકાઉન્ટ ખોલી કૌભાંડ આચરનાર અધિકારિઓની મુશ્કેલી વધી શકે છે. એક્સિસ બેંકમાં મળેલા ખોટા અકાઉન્ટ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેસ દાખલ કર્યો છે. ED એ બેંકમાં મળી આવેલા ખોટા બોગસ ખાતા ધરાવનાર વિરુદ્ધ પીએમએએલ મુજબ કેસ દાખલ કર્યો છે. ED ની એક ટીમ નોએડા-51 પર આવેલી એક્સિસ બેંક પર પહોંચી […]

Uncategorized

નવી દિલ્હીઃ એક્સિસ બેંકમાં ખોટા અકાઉન્ટ ખોલી કૌભાંડ આચરનાર અધિકારિઓની મુશ્કેલી વધી શકે છે. એક્સિસ બેંકમાં મળેલા ખોટા અકાઉન્ટ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કેસ દાખલ કર્યો છે. ED એ બેંકમાં મળી આવેલા ખોટા બોગસ ખાતા ધરાવનાર વિરુદ્ધ પીએમએએલ મુજબ કેસ દાખલ કર્યો છે.

ED ની એક ટીમ નોએડા-51 પર આવેલી એક્સિસ બેંક પર પહોંચી ગઇ હતી. ટીમ બેંક કર્મચારીઓ અને બુલિયન ટ્રેડર્સના નિવેદનો લઇ રહી છે. એક ફેક કંપનીના ડિરેક્ટર બનાવવામાં આવેલા નંદૂ નામના શખ્સની ફરિયાદ બાદ ED એ કેસ દાખલ કર્યો છે.

આ મામલે તપાસ કરી રહેલા ઇન્કમ ટેક્સ વિભાગે ED ને પોતાના રિપોર્ટ સોંપી દીધી છે. તપાસ એજેન્સીઓને શંકા છે કે, એક્સિસ બેંકમાં નોટબંધી બાદ ઘણાબાધ ફેક અકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇન્કમટેક્સ વિભાગે કૃષ્ણાનગર શાખામાં 12 ફેક કંપનીઓના અકાઉન્ટ્સ મળી આવ્યાની ફરિયાદ કરી છે.