Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 55 હજારથી વધુ કેસ

  ભારતમાં કોવિડ-19 નાં 55,342 નવા કેસ સામે આવતા સંક્રમણનાં કેસ 71.75 લાખને વટાવી ગયા છે. જ્યારે બિમારીમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા 62 લાખને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 55,342 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપનો કુલ આંક 71,75,880 પર પહોંચી ગયો છે. 18 ઓગસ્ટ […]

Uncategorized
ae554bb5ee61d485ec054b245af46ef1 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 55 હજારથી વધુ કેસ
ae554bb5ee61d485ec054b245af46ef1 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 55 હજારથી વધુ કેસ 

ભારતમાં કોવિડ-19 નાં 55,342 નવા કેસ સામે આવતા સંક્રમણનાં કેસ 71.75 લાખને વટાવી ગયા છે. જ્યારે બિમારીમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા 62 લાખને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 55,342 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ ચેપનો કુલ આંક 71,75,880 પર પહોંચી ગયો છે.

18 ઓગસ્ટ પછી પહેલીવાર લગભગ 55 હજાર કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, 18 ઓગસ્ટનાં રોજ 55,079 નવા કેસ નોંધાયા હતા. વળી આ સમયગાળા દરમિયાન 706 લોકોનાં મોત થયા છે, ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 1,09,856 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે મંગળવારે ફરી એકવાર ચેપગ્રસ્ત લોકોમાંથી સ્વસ્થ થતા લોકોની સંખ્યા વધુ આવી હતી. છેલ્લા 24 કલાકમાં 77,760 દર્દીઓ ઠીક થયા છે.

અત્યાર સુધીમાં, કુલ 62,27,295 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. હાલમાં દેશમાં 8,38,729 કેસ સક્રિય તબક્કે છે, એટલે કે, તેઓને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અથવા ડોકટરોની સૂચના મુજબ તેઓ હોમ આઇસોલેશનમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, રિકવરી દર 86.78 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે 11.68 ટકા દર્દીઓ સક્રિય તબક્કે છે. જો મૃત્યુ દર 1.53 ટકા છે, તો પોઝિટિવિટી રેટ ઘટીને 5.15 ટકા થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ