Not Set/ સ્વર્ણિમ સંકુલમાં મુકાયુ અધ્યતન સેનેટાઈઝર મશીન, 100 થી વધુ ટેમ્પ્રેચર આવતા વાગશે સાયરન

સ્વર્ણિમ સંકુલ 1 ખાતે અદ્યતન સેનેટાઈઝ મશીન મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ પાસે વીના મુલ્યે સેનેટાઇઝ મશીન મુકવામાં આવ્યુ છે. કોરોનાનાં ગુજરાત અને દેશમાં કેસ વધી રહ્યાં છે. આ મશીન ઉપયોગી છે. કોરોનાની મહામારીથી બચવા દુકાન કે શો રૂમમાં વેપારી હોય એને માસ્ક પહેરવા […]

Uncategorized
3703468dabe8775415a0bb1c3aefd275 સ્વર્ણિમ સંકુલમાં મુકાયુ અધ્યતન સેનેટાઈઝર મશીન, 100 થી વધુ ટેમ્પ્રેચર આવતા વાગશે સાયરન

સ્વર્ણિમ સંકુલ 1 ખાતે અદ્યતન સેનેટાઈઝ મશીન મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ પાસે વીના મુલ્યે સેનેટાઇઝ મશીન મુકવામાં આવ્યુ છે. કોરોનાનાં ગુજરાત અને દેશમાં કેસ વધી રહ્યાં છે. આ મશીન ઉપયોગી છે. કોરોનાની મહામારીથી બચવા દુકાન કે શો રૂમમાં વેપારી હોય એને માસ્ક પહેરવા ફરજીયાત છે.

ડેપ્યુટી સીએમ એ  કહ્યુ કે, વેપારીઓ જો માસ્ક વગર જણાશે તો દંડ કરવામાં આવશે, બધા વેપારીઓ ને અપીલ છે તેંઓ માસ્ક પહેરે. અમેરિકામાં ઓનલાઈન શિક્ષણનાં કાયદા મુદ્દે નીતિનભાઈએ જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર સીધુ એમ કઈ કરી ન શકે. ભારત સરકાર તેની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે તેવી અપેક્ષા છે. અમેરિકામાં રહેલા દેશનાં વિદ્યાર્થીઓનાં વિઝા રદ થયા તે ગુજરાત માટે ચિંતાજનક છે. ઉપરાંત રાજ્ય કક્ષાનાં વન મંત્રી રમણ પાટકરને કોરોના મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મંત્રી રમણ પાટકરને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમારા ધારાસભ્ય, મંત્રીઓ સતત પ્રજાની વચ્ચે રહે છે. રમણ પાટકરને એમને હોસ્પિટલ મા દાખલ કર્યા છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં તેઓ એડ્મીટ છે.

જુઓ સમગ્ર્ર અહેેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.