Not Set/ દેશમાં છેલ્લા 6 દિવસમાં કોરોનાનાં કેસોમાં 1 લાખનો થયો વધારો

શુક્રવારે ભારતમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને પાંચ લાખ થઈ ગઈ છે. આપને જાણીને નવાઇ લાગશે પણ કોરોના વાયરસનાં કેસોમાં માત્ર છ દિવસમાં એક લાખનો વધારો થયો છે. શુક્રવારે, પ્રથમ વખત 18,000 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. શુક્રવારે વાયરસને કારણે 381 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પ્રથમ વખત, ચાર દિવસમાં મૃત્યુની સંખ્યા 400 કરતા ઓછી […]

Uncategorized
bf1a81e7861daaafab335a4f5f662ae5 1 દેશમાં છેલ્લા 6 દિવસમાં કોરોનાનાં કેસોમાં 1 લાખનો થયો વધારો

શુક્રવારે ભારતમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા વધીને પાંચ લાખ થઈ ગઈ છે. આપને જાણીને નવાઇ લાગશે પણ કોરોના વાયરસનાં કેસોમાં માત્ર છ દિવસમાં એક લાખનો વધારો થયો છે. શુક્રવારે, પ્રથમ વખત 18,000 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. શુક્રવારે વાયરસને કારણે 381 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પ્રથમ વખત, ચાર દિવસમાં મૃત્યુની સંખ્યા 400 કરતા ઓછી હતી.

રાજ્ય સરકારોનાં આંકડા મુજબ, દેશમાં આ જીવલેણ વાયરસનાં 5,09,377 કેસ નોંધાયા છે અને 15,681 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી, અત્યાર સુધીમાં 2.95 લાખ લોકો ઠીક થયા છે. ભારતમાં આ વાયરસનાં કેસો સતત વધી રહ્યા છે. શુક્રવારે, 18,572 નવા કેસ નોંધાયા હતા. અગાઉ, એક જ દિવસમાં નોંધાયેલા મહત્તમ કેસોની સંખ્યા 17,870 હતી. છેલ્લા આઠ દિવસોમાં આ મહત્તમ કેસ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.