Not Set/ પતિની ફિલ્મે બનાવ્યો રેકોર્ડ, તો પણ ઘરના વાસણ સાફ કરે છે પત્ની

ગયા વર્ષે એપ્રિલમાં મરાઠી ફિલ્મ ‘સૈરાત’ એ કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યાં હતાં. નાના બજેટમાં બનાવવામાં આવેલી આ ફિલ્મ 50 કરોડ રૂપિયાની કમાણી કરનાર પહેલી મરાઠી ફિલ્મ છે. તેમજ વિશ્વમાં તેમની ફિલ્મે 100 કરોડ રૂપ્યાના આંકડાને પાર કરનાર પહેલી મરાઠી ફિલ્મ છે. ફિલ્મ ફેર એવોર્ડ્સ (મરાઠી) ને કારણે ફરી એક વખત ‘સૈરાત’ પર ચર્ચા થઈ રહી […]

Entertainment
news28.10.17 7 પતિની ફિલ્મે બનાવ્યો રેકોર્ડ, તો પણ ઘરના વાસણ સાફ કરે છે પત્ની

ગયા વર્ષે એપ્રિલમાં મરાઠી ફિલ્મ ‘સૈરાત’ એ કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યાં હતાં. નાના બજેટમાં બનાવવામાં આવેલી આ ફિલ્મ 50 કરોડ રૂપિયાની કમાણી કરનાર પહેલી મરાઠી ફિલ્મ છે. તેમજ વિશ્વમાં તેમની ફિલ્મે 100 કરોડ રૂપ્યાના આંકડાને પાર કરનાર પહેલી મરાઠી ફિલ્મ છે. ફિલ્મ ફેર એવોર્ડ્સ (મરાઠી) ને કારણે ફરી એક વખત ‘સૈરાત’ પર ચર્ચા થઈ રહી છે.

તેને બેસ્ટ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. ફિલ્મના નિર્દેશક નાગરાજ મંજુલેને બેસ્ટ ડાઈરેકટર એવોર્ડ મળ્યો છે. આ તેની બીજી ફિલ્મ હતી. આવી સારી ફિલ્મ બનાવવા વાળા નાગરાજની અંગત જીવનની ચર્ચા વિવાદમાં છે. તેમની ફિલ્મે 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે છતાંય તેમની પત્ની હજી બીજા લોકોના ઘરે વાસણો સાફ કરે છે. નાગરાજની એક્સ-પત્ની સુનિતા મંજુલે સૈરાતના હિટ થયા પછી મીડિયાની સામે આવી હતી. ત્યાર બાદ તેને નાગરાજની ઉપર હૈરાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.