Not Set/ એમ્બ્યુલન્સ ના ફાળવતા પટણાના એક પિતાને પુત્રીનો મૃતદેહ ખભા પર લઇ જવો પડયો

બિહારના પટણામાં એક ખૂબ જ શર્મનાક ઘટના સામે આવી છે. નવ વર્ષની એક બાળકીનું અકાળે મૃત્યુ થતા ભાંગી ગયેલા મા-બાપને સરકારી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ પણ આપવાનો ઇન્કાર કર્યો હતો. પુત્રી ના મૃત્ય બાદ ચોધાર આંસુએ રડતા પિતાને પુત્રીનો મૃતદેહ ખભે લઈ જવો પડ્યો હતો. રોશન કુમારી નામની આ બાળકીને છ દિવસથી ભારે તાવ આવતો હતો, જેનું […]

Top Stories
news1907 એમ્બ્યુલન્સ ના ફાળવતા પટણાના એક પિતાને પુત્રીનો મૃતદેહ ખભા પર લઇ જવો પડયો
બિહારના પટણામાં એક ખૂબ જ શર્મનાક ઘટના સામે આવી છે. નવ વર્ષની એક બાળકીનું અકાળે મૃત્યુ થતા ભાંગી ગયેલા મા-બાપને સરકારી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ પણ આપવાનો ઇન્કાર કર્યો હતો. પુત્રી ના મૃત્ય બાદ ચોધાર આંસુએ રડતા પિતાને પુત્રીનો મૃતદેહ ખભે લઈ જવો પડ્યો હતો. રોશન કુમારી નામની આ બાળકીને છ દિવસથી ભારે તાવ આવતો હતો, જેનું એઈમ્સ ખાતે સારવાર દરમિયાન મંગળવારે મૃત્યુ થયું હતું.
રોશનના પિતા રામબાલક અને તેની પત્ની લખિસરાઈ જિલ્લાના કજરા ગામના રહેવાસી છે. પરિવારજનોએ કહ્યું હતું કે બાળકીના ગરીબ પિતા હોસ્પિટલની સારવારની ઔપચારીક પ્રક્રિયા પૂરી કરી રહ્યા હતા ત્યારે જ બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા અને કાઉન્ટર પર રહેલા અધિકારીએ તેને મદદ કરવાની સ્પષ્ટ રૂપે ના પાડી દીધી હતી.